Only Gujarat

FEATURED National

12 વર્ષ નાની પત્નીને દીઠોય નહોતો ગમતો પતિ, કરતી એટલી નફરત કે…

બરેલીમાં સુપારી આપીને કોલેજનાં પ્રોફેસર અવધેશની હત્યા કરનારા હિસ્ટ્રીશીટર ચીકૂએ પોલીસની પુછપરછ દરમ્યાન ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યુકે, વિનીતા પોતાના પતિને એટલી નફરત કરતી હતી કે, તેની હત્યા બાદ તેની સામે જ તેની લાશને ઘણી લાતો મારી હતી.

પોલીસ તપાસ મુજબ, ઉંમરમાં મોટું અંતર અને સરળ મીજાજી અવધેશનું લગ્ન જીવન કરાબ બનાવી દીધુ હતુ. અવધેશ 43 વર્ષ તો વિનીતા ઉર્ફે બિંદુ ફક્ત 31 વર્ષની જ હતી. બ્યુટીપાર્લર ચલાવતી વિનીતા બિંદાસ જીવન જીવવાની આદી હતી. સરકારી નોકરીનાં ચક્કરમાં 12 વર્ષ પહેલાં વિનીતાએ અવધેશ સાથે લગ્ન તો કરી લીધા પરંતુ તેમના વિચારો ક્યારેય મેલ ખાતા ન હતા.

મૈનપુરીના વેબરમાં લગ્ન કરનાર વિનિતાની બહેન જ્યોતિએ પણ છ વર્ષ પહેલા પતિને છોડી પિયર રહેવા લાગી હતી. ઘણીવાર તે તેની બહેન પાસે રહેવા માટે બરેલી આવતી હતી. ત્રણ મહિનાથી તે સતત બરેલીમાં રહેતી હતી. આ પછી, અવધેશની મુશ્કેલીઓમાં વધારો થયો.

અવધેશની માતા અન્નપૂર્ણાએ આક્ષેપ કર્યો છે કે બંને બહેનોનું વર્તન સારું નહોતું. પુત્ર કોલેજમાં જતાની સાથે જ કેટલાક લોકો ઘરે આવતાં હતાં. પડોશીઓને ચેતવણી આપ્યા બાદ દીકરાએ ઘરમાં બહારનાં લોકોને ઘણીવાર પકડ્યા, ત્યારબાદ પત્ની અને સાળી તેના પર સવાર થઈ.

અવધેશે તેમને 20 દિવસ પહેલા ફોન પર સતત બગડી રહેલી પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું, ત્યારે તેણે વિચાર્યું હતું કે, તે દિવાળી પર પરિવાર સાથે ઘરે આવશે ત્યારે તે પુત્રવધૂ સાથે વાત કરશે પણ તે પહેલાં જ તેણીએ તેની હત્યા કરી હતી.

હત્યારા ચિકુ વિરુદ્ધ 14 કેસ
પોલીસે ફરિહાની પાયલ જ્વેલર્સની દુકાનમાંથી ચોરી કરેલાં ઘરેણા શેરસિંહ ઉર્ફે ચીકુ પાસથી કબજે કર્યા છે. તે 4 અને 5 ડિસેમ્બર, 2019 ના રોજ ચોરી કરી હતી. ચીકુ નારખી પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર છે. તેની સામે હત્યા, લૂટ અને ચોરી સહિત ગેંગસ્ટર, ગુંડા એક્ટ સહિત લગભગ 14 મામલા નોંધાયેલાં છે.

કોલેજમાં થઈ શોક સભા
કુંવર ઢાકન લાલ ઈન્ટર કોલેજ સહોડાના હિન્દી પ્રવક્તા અવધેશ કુમારની હત્યાની માહિતી અંગે સોમવારે કોલેજમાં એક શોકસભા મળી હતી. મેનેજર મહિપાલસિંહે કહ્યું કે અવધેશ ખૂબ સૌમ્ય પ્રવક્તા હતા. આચાર્ય પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે હત્યાની માહિતીથી સમગ્ર કોલેજનો સ્ટાફ ચોંકી ગયો છે.

You cannot copy content of this page