Only Gujarat

Bollywood FEATURED

અંતે, ડ્રગ્સ સ્કેન્ડલ પર અક્ષય કુમારે ખોલ્યું મોં, કહ્યું- હા બોલિવૂડમાં લોકો ડ્રગ્સ લે છે પરંતુ…

મુંબઈઃ બોલિવૂડમાં ઘણાં સમયથી ચાલી રહેલાં ડ્રગ્સ સ્કેન્ડલમાં અનેક સેલેબ્સની NCB પૂછપરછ કરી ચૂકી છે. જેમાં રિયા ચક્રવર્તી ઉપરાંત દીપિક પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સહિતના સેલેબ્સ સામેલ છે. બૉલિવૂડમાં ફેલાયેલા ડ્રગ્સ સ્કેન્ડલ પર હવે અક્ષય કુમારે મૌન તોડ્યું છે. અક્ષયે એક વીડિયો શેર કરતાં કહ્યું છે કે, ‘માનીએ કે બોલિવૂડમાં ડ્રગ્સની સમસ્યા છે’ આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, ‘દરેક વ્યક્તિ આ સમસ્યાથી જોડાયેલો છે, એવું પણ નથી.’

વીડિયો શેર કરતાં અક્ષયે કહ્યું, ‘આજે ખૂબ જ ભારે દિલ સાથે વાત કરી રહ્યો છું. છેલ્લાં કેટલાક અઠવાડિયાથી કેટલીક વાતો મનમાં કહેવા માટે છે. સમજાતું નથી, શું બોલું, કેવી રીતે બોલું. સ્ટાર્સ ભલે અમે કહેવાતા હોઈએ, પણ બોલિવૂડને પોતાના હાથથી બનાવ્યું છે. અમે ફિલ્મો દ્વારા આપણાં દેશની સંસ્કૃતિ અને મૂલ્યોને દુનિયાના દરેક ખૂણા સુધી પહોંચાડી છે. જ્યારે-જ્યારે દેશની જનતાના સેન્ટિમેન્ટની વાત આવશે. જે તમે અનુભવી રહ્યાં છો, તેમને ફિલ્મોમાં આટલાં વર્ષ દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. ભલે તે એંગ્રી યંગ મેનવાળો ગુસ્સો હોય, કરપ્શન હોય, ગરીબી હોય કે બેરોજગારી. દરેક મુદ્દે સિનેમા પોતાની રીતે જોવાનો પ્રયત્ન કરે છે.’

અક્ષયે વધુમાં કહ્યું કે, ‘આજે જો તમારી ભાવનાઓમાં ગુસ્સો છે તો તે ગુસ્સો પણ અમારા માથા પર છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી આવાં ઇશ્યૂ સામે આવ્યાં છે, જેને અમને એટલું દુખ આપ્યું છે, જેટલું તમને. આ મુદ્દે આપણે આપણી અંદર જોવું જોઈએ. આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આવી ઘણી ખામીઓ જોવા માટે મજબૂક કર્યાં છે જેના પર વદારે ધ્યાન જવું ખૂબ જ જરૂરી છે.’

અક્ષયે વધુમાં કહ્યું, ‘જેમ નારકોટિક્સ અને ડ્રગ્સ વિશે આજકાલ વાત થઈ રહી છે. હું આજે દિલ પર હાથ રાખી તમારા જેવા લોકોને ખોટું કહી દવ કે આ પ્રોબ્લેમ એગ્જિસ્ટ કરતી નથી. જરૂરી છે. આમ તો જેવું દરેક ઇન્ડસ્ટ્રીમાં અને દરેક પ્રોફેશનમાં થાય છે. દરેક પ્રોફેશનના વ્યક્તિ જેમાં ઇન્વોલ થઈ શકે એવા નથી. એવું થોડું હોય છે.’

અક્ષયે કહ્યું, ‘મને વિશ્વાસ છે કે અમારી લૉ ઇન્ફોર્સમેન્ટ, ઑથોરિટી અને કોર્ટ આ વિશે પણ જે તપાસ, જે પણ એક્શન લઈ રહી છે તે બિલકુલ યોગ્ય હશે અને તે પણ જાણું છું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો દરેક માણસ તેમની સાથે કૉઓપરેટ કરશે.’

You cannot copy content of this page