Only Gujarat

Bollywood FEATURED

પ્રેગ્નન્ટે કરીના કપૂરે પરિવાર નહીં પરંતુ આ લોકો સાથે મનાવી દિવાળી, હતો કંઈક આવો અંદાજ

કરીના કપૂર ખાન હાલ તેની પ્રેગનેન્સીને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તેને એથનિક અટાયરમાં સ્પૉટ કરવામાં આવી હતી. તે વ્હાઈટ કલરના સૂટમાં દેખાઈ. જેના પર રેડ દુપટ્ટો કેરી કર્યો. કરીના ફેસ્ટિવ મોડમાં નજર આવી.

કરીનાએ દિવાળીનું સેલિબ્રેશન શરૂ કરી દીધું છે. કરીનાની મેનેજર પૂનમ દમાનિયાએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોસ શેર કર્યા છે. જેમાં સેલિબ્રેશનની ઝલક જોવા મળી.

એક ફોટોમાં કરીના પોતાની મેનેજર પૂનમ અને ડિઝાઈનર મસાબા ગુપ્તા સાથે પોઝ આપતી જોવા મળી. આ સિવાય એક ફોટોમાં કરીના માતા બબીતા કપૂર પણ નજર આવી.

ફોટોઝ શેર કરતા પૂનમે લખ્યું કે, દરેક દિવસ માટે આભારી, કરીના, બબીતા, મસાબાની સાથે ફેસ્ટિવ સિઝનમાં એન્ટર કરવાનો આનાથી સારો ઉપાય ન હોય શકે. તમારા સૌના પ્રેમ માટે આભારી. #blessed #happydiwali

આ પહેલા કરીના કપૂર ખાને ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. આ ફોટોમાં તે બિંદી લગાવેલી નજર આવી હતી. ફોટો શેર કરતા કરીનાએ જણાવ્યું કે બિંદી લગાવવું પસંદ છે.

વર્કફ્રંટની વાત કરીએ તો કરીના આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં નજર આવશે. કેટલાક સમય પહેલા જ તે ફિલ્મનું શૂટિંગ કરીને પાછી આવી છે.

પ્રેગનેન્સીમાં પણ કરીના સતત કામ કરી રહી છે. આ સિવાય તે કરણ જોહરની ફિલ્મ તખ્તમાં પણ નજર આવશે. આ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે.

You cannot copy content of this page