Only Gujarat

Bollywood FEATURED

બોલિવૂડમાં સફળ ના થતાં આ અભિનેત્રીએ 15 વર્ષ પહેલા જ કરી લીધા હતા લગ્ન

મુંબઈઃ આજથી 18 વર્ષ પહેલાં આવેલી ફિલ્મ ‘મેરે યાર કી શાદી હૈ’ની હીરોઈન ટ્યૂલિુપ જોશી 41 વર્ષની થઈ ગઈ છે. 11 સપ્ટેમ્બર, 1979માં મુંબઈના એક ગુજરાતી પરિવારમાં( પિતા ગુજરાતી અને મા અર્મેનિયમ) જન્મેલી તુલિપ વર્ષ 2002માં યશ ચોપડાની ફિલ્મ ‘મેરે યાર કી શાદી હૈ’થી ડેબ્યુ કર્યું હતું. તેમની આ ફિલ્મ હિટ હતી પણ છતાં તેમની બીજી કોઈ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નહોતી.

વર્ષ 2003માં તુલિપ ફિલ્મ ‘માતૃભૂમિ’માં કામ કર્યું હતું. કન્યા ભ્રૂણ હત્યા પર બેસ્ડ ફિલ્મમાં તેમણે કલ્કિનો દમદાર રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં કલ્કિ પાંચ ભાઈ સાથે લગ્ન કરે છે. તેને દરરોજ અઠવાડિયાની એક રાત અલગ-અલગ ભાઈ સાથે પસાર કરવી પડતી હતી. જોકે, દમદાર એક્ટિંગ છતાં આ ફિલ્મે ખાસ કમાલ કર્યો નહોતો.

ફિલ્મમાં કામ કરતી વખતે તુલિપને કેપ્ટન વિનોદ નાયર સાથે પ્રેમ થઈ ગયો હતો. વિનોદ પોપ્યુલર નૉવેલ ‘પ્રાઇડ લૉયન્સ’ લખી છે. બંને લગભગ 4 વર્ષ સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યાં હતાં. આ પછી ટ્યૂલિપે વર્ષ 2005માં વિનોદ સાથે લગ્ન કરી લીધા હતાં. વિનોદ નાયર વર્ષ 1989થી 1995 વચ્ચે 6 વર્ષ સુધી ઇન્ડિયન આર્મીમાં રહ્યાં હતાં. તે પંજાબ રેજિમેન્ટમાં 19મી બટાલિયનમાં હતાં. આ પછી તે આર્મી છોડી મુંબઈ આવી ગયાં હતાં. સપ્ટેમ્બર 2007માં તેમની ટ્રેનિંગ અને મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ ‘કિમ્માયા’ શરૂ કરી હતી.

મીડિયામાં તે કેપ્ટન વિનોદ નાયરના નામથી ઓળખાય છે. ટ્યૂલિપ જોશી અત્યારે વિનોદ નાય સાથે જ કરોડોની આ કંપનીના ડાયરેક્ટર પણ છે. તુલિપ મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલથી સ્ટડી કર્યું છે. આ પછી તેમને વિવેક કૉલેજથી મેજરિંગ ફૂડ સાયન્સ એન્ડ કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. સ્ટડી પૂરી થયાં પછી તેમણે વર્ષ 2000માં ફેમિના મિસ ઇન્ડિયામાં ભાગ લીધો, પણ તેમને સફળકા મળી નહોતી.

આ પછી તુલિપને એક ફ્રેન્ડના લગ્નમાં આદિત્યા ચોપડાએ જોઈ અને ફિલ્મ ઑફર કરી દીધી હતી. પછી તે ઑડિશન માટે ગઈ અને ફિલ્મ ‘મેરે યાર કી શાદી હૈ’માં તેમને કામ કરવાની તક મળી હતી.

તુલિપ ને જ્યારે બોલિવૂડમાં સફળતા મળી નહી તો તેણે સાઉથની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેમણે 2007માં મલયાલમ ફિલ્મ ‘મિશન 90 ડેઝ’માં કામ કર્યું હતું. આ પછી તેલુગુ ફિલ્મ ‘કોંચેમ કોથાગા’ અને કન્ન્ડ ફિલ્મ ‘સુપર’માં કામ કર્યું હતું.

તુલિપ છેલ્લીવાર વર્ષ 2014-15માં આવેલી ફિલ્મ ‘એરલાઇન્સ’માં જોવા મળી હતી. જેમાં તેમણે કેપ્ટન અનન્યા રાવતનો રોલ પ્લે કર્યો હતો. જોકે આ ફિલ્મને વધુ કોઈએ નોટીસ કરી નહોતી. આમ તો તુલિપ વર્ષ 2014માં આવેલી સલમાન ખાનની ફિલ્મ ‘જય હો’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં ટ્યૂલિપનો કેમેયો રોલ હતો.

તુલિપ તેમના કરિયરમાં લગભગ 20 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘મેરે યાર કી શાદી હૈ’ ઉપરાંત ‘વિલેન’, ‘માતૃભૂમિ’, ‘દિલ માંગે મોર’, ‘મિશન 90 ડેઝ’, ‘ધોખા’, ‘કભી કહી’, ‘સુપર સ્ટાર’, ‘ડેડી કૂલ’, ‘રન-વે’સહિતની ફિલ્મો સામેલ છે. તેમણે પંજાબી ફિલ્મ ‘જગ જિયોદયાં દે મેલે’, ‘યારા ઓ દિલદારા’માં પણ કામ કર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page