Only Gujarat

Bollywood

દિશા પટનીએ એક નહીં પણ બે-બે છોકરી સાથે બોયફ્રેન્ડને રંગેહાથ પકડી પાડ્યો હતો પછી…..

મુંબઈઃ કોરોનાના કેસ દેશમાં સતત વધી રહ્યાં છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યા 3.85 લાખ કરતાં વધારે થઈ ગઈ છે. એવામાં કેન્દ્ર સરકાર દ્રારા અનલૉક-4 લાગૂ કરવમાં આવ્યું છે. સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સેલેબ્સ પણ પોતાના ઘરની બહાર નીકળી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર સેલેબ્સ સાથે જોડાયેલા કિસ્સા અને થ્રોબેક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. આ દરમિયાન દિશા પટની અને તેમના એક્સ બોયફ્રેન્ડ અંગે એક કિસ્સો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ઓછા લોકો જાણતાં હશે કે, દિશા પટણી તેમના કરિયરની શરૂઆતના દિવસોમાં મોડેલ અને ટીવી એક્ટર પાર્થ સમથાન સાથે રિલેશનશિપમાં હતી, પણ, પાર્થની બેવફાઇને લીધે બંનેનો સંબંધ પુરો થઈ ગયો છે. આ વાત ખુદ દિશાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી.

એક સમય હતો જ્યારે દિશા પટની અને પાર્થ સમથાન એકબીજાને ડેટ કરતાં હતાં. આ દરમિયાન બંનેએ ફ્રેશ ફેસ હંટ કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. અહીંથી બંનેના સંબંધોની શરૂઆત થઈ હતી.

ફ્રેશ ફેસ હંટ જીત્યા પછી દિશા ખૂબ જ ખુશ થઈ હતી. જેમાં પાર્થ પણ વિજેતા બન્યો હતો.

બંનેની ફ્રોન્ડશિપ ધીરે-ધીરે પ્રેમમાં બદલી ગઈ. ત્રણ વર્ષ સુધી દિશા અને પાર્થ સાથે હતાં. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતાં. બંનેને પાર્ટી કરવાનો શોખ હતો.

અચાનક બંનેનું બ્રેકઅપ થઈ ગયું. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દિશાને ખબર પડી ગઈ હતી કે તે પાર્થ તેને ચીટ કરે છે.

તેમણે પાર્થને એક નહીં પણ બેવાર રંગે હાથ છોકરી સાથે પકડ્યો હતો. આ પછી તેમણે આ સંબંધને પુરો કરવામાં પોતાની ભલાઇ સમજી હતી.

પાર્થ સાથે બ્રેકઅપ પછી દિશા અપસેટ થઈ ગઈ હતી, પણ તેમણે પોતાની આખી એનર્જી બોલિવૂડમાં કરિયર સંભાળવામાં કરી હતી.

પાર્થ સાથે બ્રેકઅપ પછી દિશા અને ટાઇગર શ્રોફ મળ્યા અને બંને લાબાં સમય સુધી એકબીજાને ડેટ કરતાં રહ્યા હતા. જોકે, અત્યાર સુધી બંનેએ પોતાના સંબંધને કન્ફોર્મ કર્યાં નથી.

કહેવામાં આવે છે કે, પાર્થ છેલ્લાં કેટલાક સમયથી ટીવી સિરિયલ ‘કસૌટી જિંદગી કી’ની કો-સ્ટાર એરિકા ફર્નાન્ડિસને ડેટ કરી રહ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page