Only Gujarat

Bollywood

આ છે બોલિવૂડ સ્ટાર વિવેક ઓબેરોયનો બંગલો, અંદરથી એકદમ છે ઝક્કાસ, તસવીરોમાં ખાસ

મુંબઈ: વિવેક ઑબેરોય 44 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 3 સપ્ટેમ્બર 1976ના હૈદરાબાદમાં થયો હતો. તેમના પિતા પણ એક્ટર છે. આમ તો માતા પિતાએ, વિવેકનું નામ વિવેકાનંદ ઓબેરૉય રાખ્યું હતું, પરંતુ ફિલ્મો માટે તેમણે પોતાનું નામ બદલી નાખ્યું. રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘કંપની’થી ડેબ્યૂ કરનારા વિવેકનું ફિલ્મી કરિયર કાંઈ ખાસ નથી રહ્યું. તે છેલ્લી વાર ફિલ્મ ‘નરેન્દ્ર મોદી’માં જોવા મળ્યા હતા. તેઓ હવે ફિલ્મોમાં ઓછા જ જોવા મળે છે.  નોંધનીય છે કે એક સમયે  વિવેક અને ઐશ્વર્યા રાય એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં પરંતુ તેમની વચ્ચે મતભેદ થયા હતા અને તેઓ અલગ થયા હતા. ઉલ્લેખનીય છે કે વિવેક પોતાના પરિવાર સાથે જૂહુમાં રહે છે, જ્યાં તેમનો આલિશાન બંગલો છે. આવો બતાવીએ તેના બંગલાના કેટલાક ઈનસાઈડ ફોટોસ.

જુહૂમાં તેમનો બંગલો છે, જેની કિંમત 14 કરોડથી પણ વધારે છે. તે માતા-પિતા, પત્ની પ્રિયંકા અને બંને બાળકો સાથે રહે છે.

નોંધનીય છે કે 2010માં વિવેકે કર્ણાટકના મંત્રી જીવારાજ અલ્વીની દીકરી પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા. બંનેનો એક દીકરો અને એક દીકરી છે.

વિવેકનું ઘર દેખાવમાં ખૂબ જ સરસ છે. તેમના ઘરમાં મોટા મોટા સોફા છે.

તેમના ઘરમાં દીવાલો પર અનેક પેઈન્ટિંગ્સ લાગેલી છે, જેમાંથી મોટાભાગની તેમની બહેન મેઘનાએ બનાવી છે.

બંગલામાં શાનદાર ડાઈનિંગ હૉલ છે, જેમાં પરિવાર એકસાથે બેસીને જમે છે.

વિવેકે આ બંગલાને પત્ની પ્રિયંકા સાથે મળીને ડિઝાઈન કર્યો છે.

વિવેકે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઘરમાં તેની સૌથી પસંદગીની જગ્યા સ્ટડી રૂમ છે, જ્યાં તેના દાદાની ચેર છે, જેના પર બેસીને તે રીલેક્સ કરે છે.

તેણે પોતાના ઘરને ટ્રેડિશનલ અને મોર્ડન લૂક આપ્યો છે. તો, વિવેકના બેડરૂમનો ફ્લોર વૂડથી તૈયાર કરવામાં આવ્યો છે.

You cannot copy content of this page