Only Gujarat

FEATURED National

દંબગોએ પહેલા ઘરે ગયા ને પછી યુવકને નિર્વસ્ત્ર કરીને પટ્ટાથી બાંધ્યો ને મારી દીધી ગોળી

લખનઉઃ લખનઉમાં પીજીઆઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હત્યાના મામલામાં પોલીસે હત્યા કરનાર વ્યક્તિ અને મહિલાની ધરપકડ કરી છે. હત્યા પહેલા આરોપીઓએ એક વીડિયો બનાવ્યો હતો, જેમાં જોવા મળ્યું હતું કે પૈસાની લેવડદેવડને લઈને કેવી રીતે આરોપી મહિલા અને આરોપી પુરુષ મૃતકની સાથે મારપીટ કર્યા બાદ તેને ગોળી મારી દે છે.

જાણકારી પ્રમાણે, બુધવારે (2 સપ્ટેમ્બર) લખનઉના પીજીઆઈના સેક્ટર 14, વૃંદાવન કૉલોનીમાં ભાડા પર રહેતા દુર્ગેશ યાદવની તેના જ ઘરમાં મળવા આવેલા લોકોએ હત્યા કરી નાખી અને ગોળી મારીને ફરાર થઈ ગયા હતાં.જો કે પોલીસે તેને ટ્રોમામાં ભરતી કરાવ્યો, જ્યાં દુર્ગેશનું મોત થઈ ગયું હતું. જે બાદ આરોપીની તપાસ કરતા પોલીસ મનીષ યાદવ અને પલક ઠાકુરની ધરપકડ કરી લીધી છે. મૃતકની હત્યા પૈસાની લેવડદેવડના કારણે કરવામાં આવી.

હત્યા પહેલા એક વીડિયો પણ બનાવવામાં આવ્યો, જે આરોપીઓ પાસેથી મળ્યો છે. જેને તેઓ પોતાની સેફ્ટી માટે બનાવી રહ્યા હતા. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મૃતક દુર્ગેશને નિર્વસ્ત્ર કરવામાં આવ્યો, પછી તેને પટ્ટાથી બાંધવામાં આવ્યો. આ વીડિયોમાં એક મહિલા સતત તેને મારતા મારતા પૈસા વિશે પૂછી રહી છે.

ઈસ્ટ ઝોન ડીસીપી ચારૂ નિગમના પ્રમાણે, મૃતક દુર્ગેશ યાદવની આરોપીઓ સાથે પૈસાની લેવડ-દેવડ હતી. મૃતક દુર્ગેશ યાદવ સાથે પોતાના પૈસાનો હિસાબ કરવા માટે પહોંચ્યા હતા કારણ કે તેઓ એકબીજા સાથે કામ કરતા હતા. તે પોતાના બચાવ માટે વીડિયો બનાવી રહ્યા હતા જે જરૂર પડે તો પુરાવા તરીકે બતાવી શકાય. પરંતુ આ દરમિયાન આરોપી મનીષ યાદવે મૃતક દુર્ગેશને ગોળી મારી દીધી અને તેનું ટ્રોમા સેન્ટરમાં ઈલાજ દરમિયાન મોત થઈ ગયું.

You cannot copy content of this page