Only Gujarat

FEATURED National

આકાશમાંથી થયો કિંમતી પથ્થરોનો વરસાદ, આ ગામના લોકો રાતોરાત બની ગયા લાખોપતિ

સેંટા ફિલોમેનાઃ આમ તો ઘણી વાર આકાશમાંથી કે અંતરિક્ષમાંથી પથ્થર, ઉલ્કાપિંડ ધરતી પર પડતા રહે છે, પરંતુ તેમાં એવું કાંઈ ખાસ નથી હોતું, જેના પર ધ્યાન જાય. જો કે કેટલાકને વૈજ્ઞાનિકો સંશોધન માટે લઈ જાય છે તો, કેટલાક લોકો પોતાના ઘરમાં એલિયનની ગિફ્ટ સમજીને લઈ જાય છે. બ્રાઝીલના એક ગામમાં ઉલ્કાપિંડના અનેક ટુકડાઓ પડ્યા છે. દરેકની કિંમત લાખોમાં ગણવામાં આવી રહી છે. સૌથી મોટા ટુકડાની કિંમત 19 લાખ રૂપિયા છે.

બ્રાઝીલના ગામ સેંટા ફિલોમેનામાં 19 ઑગસ્ટે ઉલ્કાપિંડના ટુકડાઓનો વરસાદ થયો. અહીં તેને લોકો પૈસાનો વરસાદ કહી રહ્યા છે. કારણ કે લોકોએ એ પથ્થર ભેગા કરીને રાખી લીધા. હવે જ્યારે વૈજ્ઞાનિકોએ તેની તપાસ કરી તો ખબર પડી કે તે દુર્લભ છે. વૈજ્ઞાનિકોએ લોકો પાસેથી એ પથ્થર માંગ્યા તો લોકો તેના બદલે કિંમત માંગી રહ્યા છે. અનેક લોકો લાખો રૂપિયા કમાયા છે.

40 કિલો વજનના સૌથી મોટા ટુકડાની કિંમત 26 હજાર ડૉલર છે. એટલે કે લગભગ 19 લાખ રૂપિયા. માનવામાં આવે છે કે સેંટ ફિલોમેનામાં નાના-મોટા મળીને કુલ 200થી વધુ ટુકડાઓ પડ્યા છે. આ ટુકડા એ ઉલ્કાપિંડના છે, જે સૌર મંડળ બનવાના સમયના છે. જેની તપાસ કરીને બ્રહ્માંડના અનેક રહસ્યોને ઉકેલી શકાય છે.

વૈજ્ઞાનિકે જણાવ્યું કે, આવા માત્ર એક ટકા જ ઉલ્કાપિંડ હોય છે, જે લાખોમાં વેચાય છે. બ્રાઝીલના આ ગામના લોકો ખૂબ જ ગરીબ છે. જેને પણ આ પથ્થર મળ્યા તે રાતો-રાત અમીર બની ગયા છે. 20 વર્ષની વિદ્યાર્થિની એડિમાર ડા કોસ્ટા રૉડ્રિગ્સે કહ્યું કે એ દિવસે આખું આકાશ ધુમાડાથી ભરાઈ ગયું હતું. પછી તેની પર મેસેજ આવ્યા કે આકાશમાંથી સળગતા પથ્થરો પડી રહ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે આ ઉલ્કાપિંડ લગભગ 4.6 બિલિયન વર્ષ જૂના છે. તે ખૂબ જ રેર ઉલ્કાપિંડ છે. જેની કિંમત હજારો પાઉન્ડ્સમાં હોય છે. સાઓ પાઓલા યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રી ઈન્સ્ટીટ્યૂટના ગેબ્રિયેલ સિલ્વાએ કહ્યું કે સંભવતઃ આ ઉલ્કા એ પહેલા ખનિજમાંથી છે, જેનાથી સૌર મંડળ બન્યું છે.

સ્થાનિક લોકોને જાણકારી મળી કે તેમના વિસ્તારમાં આકાશમાંથી કાંઈક પડ્યું છે, જે ખૂબ જ કિંમતી છે તો તેમણે કહ્યું કે આ એક રીતે આકાશમાંથી વરસેલા પૈસા છે. એડિમાર કોસ્ટા રૉડ્રિગ્સને પણ સાત સેમીનો એક પથ્થર મળ્યો. જેનું વજન 164 ગ્રામ હતો. જેને વેચીને તેણે 97 હજાર જેટલા રૂપિયા કમાયા.

ચર્ચમાં લોકો કહી રહ્યા હતા કે ભગવાને અમારા માટે આ પૈસાની બોરી ખોલી નાખી છે. એક ગ્રામીણે 2.8 કિલોનો પથ્થર વેચીને 14.63 લાખ કમાયા. રૉડ્રિગ્સે જણાવ્યું કે આ ગામની 90 ટકા વસતી ખેતી કરે છે. અહીં વધુ દુકાનો નથી. લોકોને રાહત આપવા માટે આકાશમાંથી વરસાદ થયો છે.

You cannot copy content of this page