Only Gujarat

Bollywood FEATURED

ગુજરાતના સૌથી લોકપ્રિય એક્ટર નરેશ કનોડિયાના અવસાનથી શોક, ફેમિલીનું કરુણ આક્રંદ

ગાંધીનગર: ગુજરાતી ફિલ્મના ‘ભીષ્મ પિતામહ’ કહેવાતા નરેશ કનોડિયા ચાહકોને રડતા મૂકીને ચાલ્યા ગયા છે. કોરોનાના મહામારીએ આપણી પાસેથી એક સુપરસ્ટાર ઝૂંટવી લીધો છે. ચાહકોને આ શોક સમાચાર ઘેરો આઘાત લાગ્યો છે. આખા ગુજરાતમાં ગમગીની છવાઈ ગઈ છે. મોટાભાઈ મહેશના નિધનના ત્રણ દિવસ બાદ નરેશ કનોડિયાએ ચીર વિદાય લેતાં પરિવાર પર આભા તૂટી પડ્યું છે. બે ભાઈઓના મોતથી કનોડિયા પરિવારના સભ્યો ધ્રુસકેને ધ્રુસકે રડી રહ્યો છે. કનોડિયા પરિવારના મૂળ ગામ કનોડા તેમજ ગાંધીનગર તેમના નિવાસ સ્થાને પરિવાજનો દિલાસો આપવા પહોંચ્યા છે.

નરેશ કનોડિયાનો જન્મ ઘણાં જ ગરીબ પરિવારમાં થયો હતો. તેમનો જન્મ મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો હતો. તેમના પિતા મીઠાભાઈ તથા માતા દલીબેન સાડી, ટુવાલ, ધોતિયાનું વણાટકામ કરતાં હતાં. તેમને ચાર બાળકો તથા ત્રણ બહેનો હતી. એટલે કે એક રૂમના મકાનમાં નવ-નવ લોકો રહેતા હતાં. નવ લોકોનું ગુજરાન ચલાવવું ઘણું જ મુશ્કેલ હતું.

નરેશ કનોડિયાએ પોતાનો જન્મ જે ઘરમાં થયો હતો તે ઘર આજે પણ સાચવીને રાખ્યું હતું. ઘરની પરિસ્થિતિ સારી ના હોવાથી નરેશ કનોડિયાએ ભાઈ મહેશની સાથે મળીને સ્ટેજ પર્ફોર્મન્સ આપવાની શરૂઆત કરી હતી. તેમને અન્ય ભાઈના નામ શંકર કનોડિયા તથા દિનેશ કનોડિયા છે. જ્યારે બહેનોના નામ નાથીબેન, પાનીબેન તથા કંકુબેન છે.

નરેશ તથા મહેશ કનોડિયા પહેલાં ગુજરાતના એક પણ સ્ટાર એવા નહોતા કે જેમણે વિદેશ જઈને પર્ફોર્મન્સ આપ્યું હોય. 80ના દાયકામાં મહેશ તથા નરેશની જોડીએ આફ્રિકા, અમેરિકા તથા એશિયા સહિતના દેશોમાં જઈને પર્ફોર્મન્સ આપ્યું હતું.

નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી કરિયરની શરૂઆત કરી હતી. નરેશ કનોડિયાએ અનેક ગુજરાતીમાં ફિલ્મમાં કામ કર્યું હતું. તેમણે તે સમયની લોકપ્રિય એક્ટ્રેસ સ્નેહલતા સાથે જોડી જમાવી હતી.

નરેશ કનોડિયાએ રતનબેન સાથે લગ્ન કર્યાં હતાં. તેમનો દીકરો હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મનો સુપરસ્ટાર છે. હાલમાં હિતુ કનોડિયા ઈડરના ધારાસભ્ય છે. હિતુ કનોડિયાએ એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યાં છે. બંનેનો દીકરો રાજવીર છે. તેઓ હાલમાં ગાંધીનગર રહે છે.

નરેશ કનોડિયાએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ આજે પણ પોતાનું કોઈ નવું કામ શરૂ કરે ત્યારે ગામમાં આવેલા હરસિદ્ધિ માતાના મંદિરે અચૂકથી પગે લાગે છે. મહેશ તથા નરેશ કનોડિયાએ પોતાના ગામ કનોડા પરથી પોતાની સરનેમ કનોડિયા રાખી હતી.

You cannot copy content of this page