Only Gujarat

FEATURED National

આ છે એક અનોખો પથ્થર, આવે છે ઘંટનો અવાજ, ડરી જતા હતા ગામના લોકો

દુનિયામાં તમે વિશાળ અને એકથી ચઢિયાતા એક સુંદર અને અનોખા પથ્થરો જરૂર જોયા હશે, પરંતુ રતલામના એક પહાડ પર હાજર પથ્થર તમને વિચારવા પર મજબુર કરી દેશે કે શું આ વાસ્તવમાં કઈ દેવીનો ચમત્કાર છે કે શું? રતલામથી 25 કિલોમીટર દૂર બેરાછા ગામમાં અંબા માતાનું શક્તિ ધામ છે. સુદુર અંચલના ઉંચા પહાડો ઉપર બિરાજેલાં માતા અહીં ભક્તોની દરેક મનોકામના પુરી કરી રહ્યા છે. નવરાત્રીમાં આ ટેકરી ઉપર આસ્થાની ભીડ રહે છે, જે આ અહીં આવે છે, તે ખાલી હાથ રહેતા નથી.

1664 પહેલાં,આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. અહીં, ગામના એક પ્રખ્યાત સંતે જીવતા સમાધિ લીધી હતી, ત્યારબાદ આ વિસ્તારની મન્યતા વધારે વધી ગઈ, પરંતુ આ બધા સિવાય, આ ડુંગર પર એક બીજો ચમત્કાર હાજર છે, જે આ દિવસોમાં આખા જિલ્લામાં ચર્ચાઈ રહ્યો છે.

અહીં એક ચમત્કારિક પથ્થર છે, જેને ઈંટ મારવામાં આવે તો ઘંટ વાગતો હોય એવો અવાજ આવે છે અને ગ્રામજનો તેને મા અંબેનો ચમત્કાર માને છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ અનોખા સ્થળે પહોંચવા માટે વ્યક્તિએ પર્વતની ખડકો અને કાંટાની ઝાડીઓ પાર કરવી પડે છે. અહીં રસ્તો સરળ નથી, તેને પાર કરીને, તમે આ અજબ-ગજબ દૈવી ચમત્કારનાં દર્શન કરી શકો છો.

આ ચમત્કારિક પથ્થરને લઈને સાંભળેલી વાર્તાઓ ગ્રામીણ વિસ્તારોમાં ચર્ચિત છે. આ ચમત્કારિક ઘંટ જેવો પથ્થર અહીં ક્યારથી છે અને તેની શોધ કોણે કરી, તેની જાણ ત્યાંનાં લોકોને પણ નથી. આસપાસના લોકોએ ડુંગર પર આવા સેંકડો પથ્થરોને મારીને જોયું છે, પરંતુ આવો ઘંટ જેવો અવાજ આવતો નથી. આ જ કારણ છે કે ગ્રામજનો પણ તેને દૈવી શક્તિ માને છે અને આ અનોખા પથ્થરની પૂજા પણ કરે છે.

જો કે, આ ચમત્કારિક પથ્થરની પૂજા-અર્ચના ચાલી રહી છે. ગામ લોકો તેને મા અંબાનો ચમત્કાર માનીને તેની પૂજા કરી રહ્યા છે. આસપાસનાં વિસ્તારોમાં આ ઘંટીવાળી ચમત્કારી પથ્થરની પ્રસિદ્ધિ વધી રહી છે. પરંતુ તેની પાછળનું કારણ પથ્થરમાં હાજર કોઈ ધાતું છે કે વાસ્તવમાં આ કોઈ માતારાનીનો ચમત્કાર છે, કુલ મળીને ગ્રામીણ વિસ્તારમાં આસ્થાનું નવું કેન્દ્ર બની ગયો છે આ અનોખો પથ્થર.

પૂર્વ સરપંચ ઘનશ્યામે જણાવ્યું કે અહીં પહેલાં કાંટાળા છોડો હતા, કોઈ આવતા ન હતા. કેટલીકવાર જો કોઈ કારણોસર પથ્થરને કોઈ વસ્તુ અથજડાઈ જાય, અને ઘંટનો અવાજ આવતો તો લોકો ડરતા હતા, પરંતુ જ્યારથી લોકોને જાણ થઈ છે, ત્યાર થી લોકો તેને જોવા માટે આવવા લાગ્યા છે. માત્ર આ એક જ પથ્થર છે જેમાંથી અવાજ નીકળે છે.

બાકી પથ્થરોમાંથી અવાજ આવતો નથીય તો, મંદિરનાં પુજારી પ્રહલાદ ગિરીનું કહેવું છેકે, મંદિર ક્યારે બન્યુ તેની કોઈને જાણ નથી, પરંતુ અહીં કેટલીક દંતકથા છે. અમારા પૂર્વજો અહીં પૂજા કરતા આવ્યા છે અને હવે અમે કરી રહ્યા છીએ.

You cannot copy content of this page