Only Gujarat

FEATURED International

ત્રણ મહિના ઘર બંધ રાખ્યું અને પછી ખોલ્યું તો રસોડાની હાલત જોઈને યુવતીને આવ્યો હાર્ટ અટેક

સાઈનઃ કોરોના વાયરસે અચાનક દુનિયાની દિશા અને દશા બદલાવી નાખી છે. જાણે આખી દુનિયાની રફતાર થંભાવી દીધી છે. ચીનના વુહાનથી ફેલાયેલા આ વાયરસના કારણે કેટલાય દેશોમાં લોકડાઉન થઇ ગયું. માર્ચ 2020થી મોટા ભાગના દેશોમાં લોકડાઉન હતું. આ સ્થિતિમા કેટલાક લોકો ફેમિલિ પાસે જતાં રહ્યાં હતા. ફ્રાન્સની ડોનાપોલી પણ લોકડાઉન થતાં તેમને ફ્લેટને લોક કરીને જતી રહી હતી. જ્યારે ત્રણ મહિના બાદ તે પરત ફરી તો તેમણે કિચનમાં જે જોયું, તે જોઈને તે દંગ રહી ગઇ. તેના કિચનની દિવાલમાં ગુલાબી રંગની રેખાઓ દેખાતી હતી. આ કોઇ એલિયન જેવી દેખાતી હતી. તેને જોઈને આ યુવતી ડરી ગઇ. જ્યારે તેમણે તેની તપાસ કરી તો જાણ થઇ કે, ત્રણ મહિના પહેલા તેમણે જ આ એલિયન પ્લાન્ટને અહીં મૂક્યો હતો. હકીકતમાં એ અંકુરણ તેમણે ખરીદેલા બટાટામાંથી ફૂટયાં હતા.

આ ઘટના ફ્રાન્સના સાઇનની છે. 22 વર્ષિય ડોના પોરી આ જોઇને દંગ રહી ગઇ કે ત્રણ મહિનામાં તેમના કિચનમાં એલિયન ટ્રી ઉગી નીકળું હતું. ડોનાને જ્યારે લોકડાઉનની ખબર મળી તો તેમણે ફેમિલિ પાસે જતું રહેવાનું નક્કી કર્યું અને તે માર્ચમાં ફ્લેટને લોક કરીને પરિવાર પાસે જતી રહી.

ત્યારબાદ ત્રણ મહિના પછી તે પોતાના ફ્લેટમાં પરત ફરી. જેવો તેમણે ફ્લેટનો દરવાજો ખોલીને કિચનમાં પગ મૂક્યો કે તેના મોંમાંથી ચીસ ફાટી ગઇ. તેના દિવાલ પર ડાળખીઓ દેખાતી હતી. પહેલા તો એમને કંઇ જ ન સમજાયું પરંતુ થોડી તપાસ કર્યાં બાદ જાણ્યું કે આ તેમણે ત્રણ મહિના પહેલા મૂકેલા બટાટાના અંકુર છે. જે ફૂટી નીકળ્યાં હતા.

માર્ચમાં ડોના સુપર માર્કેટમાંથી બટાટા લઇને આવી હતી. જો કે ત્યારબાદ લોકડાઉન થયું અને તે જતી રહી. આટલા સમયમાં બેગમાં રાખેલા બટાટા અંકુરિત થઇ ગયા અને તે વધીને દીવાલ સુધી ફેલાઇ ગયા. ફ્રાન્સમાં અભ્યાસ કરતી ડોનાએ આ ફોટોને સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ તસવીર જોઇને લોકો દંગ રહી ગયા. આ બટાટાના અંકુર કિચનની દીવાલમાં છેદ કરીને બીજા રૂમ સુધી પહોંચી ગયા હતા.

ડોનાએ પોસ્ટમાં લખ્યું કે પહેલી વખત જોયું તો હાર્ટ અટેક જ આવી ગયો પરંતુ જ્યારે બટાટામાંથી અંકુર ફૂટેલા જોયા તો જીવમાં જીવ આવ્યો.

You cannot copy content of this page