Only Gujarat

Bollywood FEATURED

પ્રિયંકા ચોપરા પરિણીત અક્ષય કુમારના પ્રેમમાં હતી પાગલ, લગ્નજીવનમાં લાવી દીધો હતો ભૂકંપ

મુંબઈઃ કોરોનાની દહેશત ઓછી નથી થઈ. હજારો લોકો વાયરસનો શિકાર થઈ રહ્યા છે. ભારતમાં પણ કોરોનાનો ડર ઓછો નથી થયો. અનેક લોકો હજુ પણ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. આમ તો, લોકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને લૉકડાઉન હટાવી દેવામાં આવ્યું છે અને અનલૉક 2માં લોકોને વધુ છૂટછાટ આપવામાં આવી છે. જો કે, સામાન્ય લોકોની જેમ સેલેબ્સ પણ ઘરની બહાર ઓછા નીકળી રહ્યા છે. એવામાં સેલેબ્સ સાથે જોડાયેલા કિસ્સા કહાનીઓ, ફોટોસ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એ ખબર સામે આવી કે પ્રિયંકા ચોપરાએ બોલીવુડમાં 20 વર્ષ પૂર્ણ કર્યા છે. પ્રિયંકાએ ફિલ્મ ‘ધ હીરો’થી બોલીવુડ ડેબ્યૂ કર્યું હતુ,. જેમાં તેના હીરો સની દેઓલ હતા. લાંબા સમય બાદ પીસી બોલીવુડ ફિલ્મ ‘સ્કાઈ ઈઝ પિંક’માં નજર આવી હતી. આજની વાત કરીએ તો તેની પાસે કોઈ બોલીવુડ ફિલ્મની ઑફર નથી. હા, તેની પાસે કેટલીક હૉલીવુડ ફિલ્મો જરૂર છે.

પ્રિયંકાના અફેર્સ હંમેશા જ બી-ટાઉનમાં સમાચારોમાં રહ્યા. તેનું નામ અનેક લોકો સાથે જોડાયું. પરંતુ સૌથી વધુ ચર્ચા તેના અક્ષય કુમાર સાથેના લિંકઅપની રહી. અક્ષય પરિણીત હતા. છતા પ્રિયંકા તેની સાથે પ્રેમમાં હતી. બંનેએ કેટલીક ફિલ્મો સાથે કરી. પ્રિયંકાની ફિલ્મ ‘અંદાઝ’ પણ અક્ષય કુમાર સાથે જ હતી. બાદમાં તેઓ ‘વક્ત’માં સાથે નજર આવ્યા, જે એક હિટ ફિલ્મ હતી.

‘મુજસે શાદી કરોગી’ અને ‘ઐતરાઝ’ જેવી હિટ ફિલ્મો પ્રિયંકા અને અક્ષયે કરી. તેમની હિટ ફિલ્મોની યાદી લાંબી થઈ ગઈ અને બંનેના ઑફ સ્ક્રીન રોમાન્સના ચર્ચા પણ વધવા લાગી. આવી અફવાઓથી ટ્વિંકલને ક્યારેય કોઈ ફેર નહોતો પડ્યો. પરંતુ જ્યારે તેને લાગ્યું કે પાણી ખરેખર માથાથી ઉપર જઈ રહ્યું છે ત્યારે ટ્વિંકલે અક્ષયને પ્રિયંકાથી દૂર રહેવાની સલાહ આપી. જો કે, જ્યારે ટ્વિંકલને લાગ્યું કે અક્ષય પર એ વાતની કોઈ જ અસર નથી થઈ ત્યારે તેણે સીધી પ્રિયંકા સાથે જ વાત કરી. ફોન પર બંનેની જબરદસ્ત લડાઈ થઈ.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ગુસ્સામાં ટ્વિંકલ ‘વક્ત’ના સેટ પર પહોંચી ગઈ હતી. નસીબજોગે એ સમયે પ્રિયંકા ત્યાં નહોતી. આ કારણે અક્ષયે પત્નીનો ગુસ્સો સહન કરવો પડ્યો હતો. ક્રૂએ એ સમયે જણાવ્યું હતું કે અક્ષય અને ટ્વિંકલમાં જબરદસ્ત લડાઈ થઈ હતી. અક્ષય જેમ-તેમ કરીને તેને સેટ પરથી લઈ જવામાં સફળ થયા હતા. બીજી જ મિનિટે અક્ષયે નિવેદન જાહેર કર્યું હતું કે હવે તેઓ ક્યારેય પ્રિયંકા સાથે કામ નહીં કરે. પ્રિયંકાએ નક્કી કર્યું કે તે પણ અક્ષય સાથે કામ નહીં કરે. આ જ કારણે ફિલ્મ ‘વક્ત’ બાદ બંને સાથે નજર નથી આવ્યા.

અક્ષય બાદ પ્રિયંકાનું નામ તેના અનેક કો-સ્ટાર સાથે જોડાયું. આખરે 2018માં તેણે પોતાનાથી 10 વર્ષ નાના અમેરિકાના સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા. હાલ તો પ્રિયંકા સાસરે આનંદ માણી રહી છે.

પ્રિયંકાના ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂર્ણ થવા પર એક વીડિયો બનાવવામાં આવ્યો છે. જેમાં તેની સફર વિશે બતાવવામાં આવ્યું છે. વીડિયોમાં પ્રિયંકાની મિસ વર્લ્ડ બનવાથી લઈને હોલીવુડમાં જલવા વિખેરવા સુધીની સફર છે. આ વીડિયો સાથે અભિનેત્રીએ લખ્યું કે, મનોરંજનના 20 વર્ષ પુરા. આભાર @ozzyproduction અને મારા તમામ ચાહકો જેમણે મને આ અંદાજમાં ટ્રિબ્યૂટ આપ્યું. હું તમને મળવા માંગીશ. હું આ ક્ષણને તમારા સૌ સાથે ઉજવવા માંગું છું. જોડાયેલા રહો. આભાર. પ્રિયંકાને 2 વાર નેશનલ અવૉર્ડ મળ્યો. તે પહેલી ભારતીય મહિલા છે જે Vogueના કવર પર આવી.

You cannot copy content of this page