Only Gujarat

Bollywood FEATURED

બોલિવૂડમાં આવ્યા એ પહેલાં આ સ્ટાર્સે કરી લીધા હતાં લગ્ન પણ જેવા લોકપ્રિય થયા કે લીધા ડિવોર્સ

મુંબઈઃ બોલિવૂડના સ્ટાર્સ સાથે ઘણા લોકોની લાગણીઓ જોડાયેલ હોય છે. ઘણા લોકો સ્ટાર્સને પોતાના આઇડલ માનતા હોય છે અને જીવનમાં તેમને અનુસરવાનો પણ પ્રયત્ન કરતા હોય છે. બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ તેમના કરિયરના પિક સમયમાં લગ્નથી દૂર રહેતા હોય છે. તો બોલિવૂડમાં નવા ઊભરી રહેલ સ્ટાર્સને પણ એવી સલાહ આપવામાં આવતી હોય છે કે, તેમના ફેન્સનું દિલ ન તૂટે એટલે તેઓ પરિણીત હોય તો પણ સંતાડી રાખવું.


પરંતુ ઘણા સ્ટાર્સ એવા પણ હોય છે જેઓ તો પરણેલા છે એ સ્વીકારવામાં શરમાતા પણ નથી કે અચકાતા પણ નથી. તેઓ હજી ફેમસ બન્યા હોય એ પહેલાં પરણી ગયા હોય તો પણ તેમને લોકો સામે સ્વીકારે છે. આજે અમે તમને આવા જ સ્ટાર્સ વિશે જણાવી રહ્યા છીએ, જેઓ ફેમસ બને એ પહેલાં જ પરણી ગયા હતા.


શાહરૂખ ખાન: બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન 1992માં આવેલ ફિલ્મ ‘દિવાના’થી ફેમસ બન્યો. આ પહેલાં શાહરૂખે ‘ફૌજી’ અને ‘સર્કસ’ ટીવી સિરિયલ્સમાં કામ કર્યું હતું, પરંતુ ઓળખ ‘દિવાના’ ફિલ્મથી મળી. આ ફિલ્મ માટે ફિલ્મફેરે તેને બેસ્ટ મેલ ડેબ્યૂ અવોર્ડ પણ આપ્યો હતો. તેને આ સફળતા મળી એ પહેલાં જ એટલે કે, 1991માં શાહરૂખે તેની ગર્લફ્રેન્ડ ગૌરી છિબ્બર સાથે લગ્ન કરી લીધાં હતાં.


સૈફ અલી ખાન: ફિલ્મોમાં લોકો ઓળખે એ પહેલાં તો સૈફ અલી ખાન અમૃતા સિંહના પ્રેમમાં પડી ગયો હતો અને 1991માં લગ્ન પણ કરી લીધાં હતાં. સૈફની ડેબ્યૂ ફિલ્મ ‘આશિક અવારા’ તેના પછી 1993માં રિલીઝ થઈ હતી. બંને વચ્ચેની ઉંમરમાં મોટો તફાવત હોવાથી આ કપલ ચર્ચામાં પણ બહુ છવાયું હતું, તેમને બે બાળકો છે. બંનેએ 2004 માં ડિવોર્સ પણ લઈ લીધા.

આમિર ખાન: આમિર ખાને બોલિવૂડમાં ડેબ્યૂ ‘યાદો કી બારાત’ ફિલ્મથી ચાઇલ્ડ એક્ટર તરીકે કર્યું હતું. પરંતુ તેને સફળતા વર્ષ 1988માં આવેલ જૂહી ચાવલા સાથેની ફિલ્મ ‘કયામત સે કયામત તક’થી મળી હતી. આમિરે તેની પડોશમાં જ રહેતી ગર્લફ્રેન્ડ રીના દત્તા સાથે 1986માં જ લગ્ન કરી લીધાં હતાં અને તેમના 15 વર્ષના લગ્નજીવન દરમિયાન તેમને બે બાળકો પણ છે. તેમની આ રોમેન્ટિક સ્ટોરીનો અંત લગ્નના 16માં વર્ષે આવ્યો હતો.


આયુષમાન ખુરાના: વર્ષ 2012માં ફિલ્મ ‘વિકી ડોનર’ આવી એ સાથે જ છોકરીઓ આયુષમાન ખુરાનાના લુક અને એક્ટિંગ પાછળ પાગલ બની ગઈ હતી, પરંતુ તેઓ કંઈ કરી શકે તેમ નહોતી. આયુષ્માન વર્ષ 2011માં તેની બાળપણની પ્રેમિકા તાહિરા કષ્યપ સાથે પરણી ગયો હતો. તેમને બે બાળકો પણ છે, એક છોકરો અને એક છોકરી.


અર્જુન રામપાલ: અર્જુન રામપાલે રૂપેરી પડદે 2011માં આવેલ ‘પ્યાર ઈશ્ક ઔર મહોબ્બત’થી ડેબ્યૂ કર્યું હતું. આ સાથે જ છોકરીઓ અને મહિલાઓ તેના લુક પાછળ દિવાની થઈ ગઈ, પરંતુ આમાંની કોઇના માટે કોઇ ચાન્સ નહોતો. તે પહેલાંથી જ 1998માં પૂર્વ મિસ ઈન્ડિયા અને સુપર મોડેલ મેહર જેસિઆ સાથે પરણેલો હતો અને તેને બે દીકરીઓ પણ છે. જોકે, આ બંનેના ડિવોર્સ થઈ ગયા છે. અર્જુન પ્રેમિકા ગૈબ્રિએલાના પુત્રનો પિતા બન્યો હતો. બંનેએ હજી સુધી લગ્ન કર્યાં નથી.


ચિત્રાંગદા સિંહ: બોલિવૂડમાં ઘણી ઓછી ફિમેલ સ્ટાર્સ લગ્ન બાદ આવી છે અને સફળ પણ થઈ છે. આમાંની એક છે ચિત્રાંગદા સિંહ. જેની સફળ ફિલ્મો અને આઇટમ સોંગે લોકોની એ માન્યતા ખોટી પાડી કે, પરિણિત મહિલા સફળ એક્ટ્રેસ ના બની શકે. ચિંત્રાંગદા વર્ષ 2001માં ગોલ્ફર જ્યોતિ સિંગ રાંધવા સાથે પરણી ગઈ હતી, જ્યારે તેણે બોલિવૂડમાં ડેબ્યૂ 2003માં કર્યું. ચિત્રાંગદાએ ‘હજારો ખ્વાઇશે ઐસી’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. લગ્નના 13 વર્ષ બાદ બંનેના ડિવોર્સ થઈ ગયા.


અનિલ કપૂર: અનિલ કપૂરે બોલિવૂડમાં ડેબ્યૂ 1979માં આવેલ ‘હમારે તુમ્હારે’ ફિલ્મથી કર્યું હતું, પરંતુ ઓળખ 1984માં આવેલ ફિલ્મ ‘ટપોરી’થી મળી. આ ફિલ્મ માટે જ તેને પહેલો અવોર્ડ મળ્યો હતો, સપોર્ટિંગ એક્ટર માટે બેસ્ટ ફિલ્મ ફેર અવોર્ડ. દેશની છોકરીઓ તેની પાછળ પાગલ બને એ પહેલાં જ 1984માં અનિલ કપૂરે સુનિતા કપૂર સાથે લગ્ન કરી લીધાં. તેમને બે દીકરીઓ અને એક દીકરો છે.


ડિમ્પલ કાપડિયા: દાયકાની સૌથી સેક્સી હિરોઇન ગણાતી ડિમ્પલ કાપડિયાએ 1973માં રાજેશ ખન્ના સાથે લગ્ન બાદ જ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેની ડેબ્યૂ ફિલ્મ ‘બોબી’ લગ્નના છ મહિના બાદ રીલિઝ થઈ હતી અને તે સુપર હિટ રહી હતી. ત્યારબાદ તેને પાછા વળીને જોયું નથી.


રાજ કપૂર: બોલિવૂડના શો મેન તરીકે ઓળખાતા રાજ કપૂરને કાર્યકાળમાં ઘણા અવોર્ડ્સ મળ્યા છે. રાજ કપૂરે બોલિવૂડમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ પહેલો બ્રેક 1947માં આવેલ ફિલ્મ ‘નીલ કમલ’થી મળ્યો હતો. રાજ કપૂરે 1940માં જ ક્રિષ્ના કપૂર સાથે લગ્ન કરી લીધાં હતાં, જે તેમની દૂરની સંબંધી હતી.


શશી કપૂર: એક્ટિંગ કરિયર બાબતે સિરિયસ થવાની પ્રેરણા જ શશી કપૂરને તેના પ્રેમે આપી હતી. થિએટર કરતી વખતે જ શશી જેનિફર કેન્ડાલને મળ્યા અને 1958માં તેની સાથે લગ્ન પણ કરી લીધાં. આમ તો શશીએ કરિયરની શરૂઆત ચાઇલ્ડ એક્ટર તરીકે જ કરી લીધી હતી, પરંતુ તેની ડેબ્યૂ ફિલ્મ 1961માં આવેલ ‘ધરમપુત્ર’ હતી, જે તેની 116 ફિલ્મોની લાંબી જર્નીની પહેલી ફિલ્મ હતી.

You cannot copy content of this page