Only Gujarat

FEATURED International

પબની બહાર મિત્રો સાથે પીતો હતો દારૂ અને અચાનક ખોદી જમીન, વર્ષોની મહેનત લાવી રંગ!

લંડનઃ જ્યારે નસીબનું ચક્ર શુભ દિશામાં ફરે છે ત્યારે રંક પણ રાજ બની જાય છે. ઇંગ્લેન્ડના સફોલ્કમાં રહેતા લ્યૂક મોહોનેની સાથે પણ કંઇક આવું જ થયું. લ્યુક મેટલ ડિટેક્ટર છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી ખજાનાની શોધમાં હતો પરંતુ તેમને સફળતા ન હોતી મળતી. બ્રિટિશમાં સિવિલ વોર ચાલતી હતી. ત્યારે કેટલાક સિક્કાઓ છુપાવવામાં આવ્યા હતા. લ્યૂક વર્ષોથીએ સિક્કાની શોધમાં હતો. અચાનક તેમને આ સિક્કા મળી ગયા અને તે માલામાલ થઇ ગયો.

તેમને આ સિક્કાનો ખજાનો એવી જગ્યાએથી હાથ લાગ્યો કે, તેમણે કયારેય સપનેય ન હતું વિચાર્યું. લ્યુકને કોઇ ઘનઘોર જંગલ કે જુના ખંડેર મકાનમાંથી નહીં પરંતુ તેમના ઘરેની પાસે જ બનેલા પબના આંગણામાંથી જ ખજાનો મળ્યો. લ્યૂકને 15-17મી શતાબ્દીના 1 હજાર 78 કિંમતી ચાંદીના સિક્કા ભરેલો ઘડો મળ્યો. જેની કિંમત લગભગ 1 લાખ પાઉન્ડ એટલે કે ( 9 કરોડ 82 લાખ રૂપિયા) દર્શાવવામાં આવી છે.

ઇંગ્લેન્ડના આ મેટલ ડિટેકટરની હાલ ખૂબ ચર્ચા થઇ રહી છે, 26 જુલાઇએ લ્યુક તેમના મિત્રો સાથે લિંડસે રોજ પબની પાછળ ગયા હતા. અહીં તેમણે અચાનક જ પોતાના ડિટેક્ટરથી કંઇક શોધવાની કોશિશ કરી તો તેમને ખબર પડી કે અહીંયા કંઈક છુપાયેલું છે. અચાનક તેમના ડિટેક્ટરે કેટલાક સંકેત આપ્યા. જ્યારે તેમણે અહીં ખોદકામ કર્યું તો તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો. અહીં ખોદકામ કરતા તેમને પ્રાચીન ઘડો મળ્યો, જેમાં અડધી માટી ભરેલી હતી.

ઘડામાંથી માટી હટાવતા જ તેમની આંખો ફાટી ગઇ. લ્યૂકે જણાવ્યું કે, જ્યારે બ્રિટિશમાં સિવિલ વોર ચાલતી હતી. ત્યારે આ સિક્કાઓને છુપાવવામાં આવ્યાં હતા. રોઝ પબના આંગણામાં જ્યારે જમીન ખોદવામાં આવી તો આ ખજાનો જોતા બધા આશ્ચર્યચક્તિ થઇ ગયા.સિક્કા મળી આવતા મોહોનેએ તરત જ સ્થાનિક ફ્રાઇન્ડસ લાઇઝર અધિકારીને ફોન કર્યો અને ખજાનો મળ્યાંની જાણકારી આપી.

જ્યારે સિક્કાની તપાસ કરવામાં આવી તો અસલી સિક્કા હોવાનું સામે આવ્યું. વેલ્યુએશન નિષ્ણાત નિગેલ મિલ્સે જણાવ્યું કે, સિક્કા અસલી છે અને તેની હરાજીથી ઓછોમાં ઓછી એક લાખ પાઉન્ડની રકમ એટલે કે ,( 9 કરોડ 82 લાખ રૂપિયા) મળી શકે છે.

લ્યૂકે જણાવ્યું કે, જ્યારે તેમને આ કિંમતી સિક્કા મળ્યા તો તેમણે 4 રાત સુધી એ જગ્યા પર જ રહ્યાં હતાં અને પહેરેદારી કરી હતી. કારણ કે, છેલ્લા દસ વર્ષથી તેમને પ્રતિસ્પર્ધીઓ પણ સિક્કાની શોધ કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમને વિશ્વાસ નથી આવતો કે આ સિક્કા તેમને કેમ આટલી સરળતાથી મળી ગયા.

લ્યૂકે સફળતાનું શ્રેય યુનિક મેટલ ડિટેક્ટરને આપ્યું છે, જેની મદદથી તેમણે આ કિંમતી સિક્કા મેળવ્યાં. કહેવાય છે કે આ ખજાનાને બહુ બધા લોકો બહુ લાંબા સમયથી શોધી રહ્યાં હતાં.

You cannot copy content of this page