Only Gujarat

FEATURED TOP STORIES

કોરોનાથી બચવું હોય તો એક જ ઉપાય! ઘરે દેશી નુસખાનો આજે જ કરો પ્રયોગ

કોરોના વાયરસથી સંક્રમણમાં નમકવાળા ગરમ પાણીથી કોગળા કરવાથી રાહત મળી શકે છે. આ દાવો બ્રિટેનની એડિનબર્ગ યૂનિવર્સિટીમાં થયેલા રિસર્ચમાં થયો છે. આ રિસર્ચ મુજબ નમકવાળા ગરમપાણીથી કોગળા કરવાથી સંક્રમણના લક્ષણોને ઓછો થાય છે તેમજ જલ્દી રિકવરી લાવવામાં મદદ કરે છે. શોધકર્તાએ કોરોના પોઝિટિવ 66 દર્દીઓ પર આ પ્રયોગ કર્યો હતો. તેનાથી દર્દીઓને ગળામાં રાહત થઇ.

ઇલાજની સાથે ગરમપાણીનો પ્રયોગ
શોધકર્તાઓએ જણાવ્યાં મુજબ પોઝેટિવ દર્દીને ઇલાજની સાથે નમકવાળા ગરમ પાણીથી કોગળા પણ કરાવ્યા અને 12 દિવસ બાદ તેના નાકનું સેમ્પલ લેવામાં આવ્યું. રિપોર્ટમાં જોવા મળ્યું કે સંક્રમણના લક્ષણો ખૂબ ઝડપથી ઓછા થઇ રહ્યાં છે.

સરેરાશ 2.5 દિવસમાં સંક્રમણ ઘટ્યું
જર્નલ ઓફ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત શોધ મુજબ કોરોના જે દર્દીઓએ કોગળા કર્યાં તેમનામાં સરેરાશ 2.5 દિવસમાં સંક્રમણ ઘટવા લાગ્યું હતું. શોધકર્તા ડો. સંદીપ રામાલિંગમના જણાવ્યું કે નમકવાળા ગરમ પાણીથી કોગળા કરવાથી સંક્રમણ પર અસર થાય છે અને તે ઝડપથી ખતમ થાય છે. જેથી બહુ ઓછા સમયમાં દર્દી સાજો થઇ જાય છે.

ઝડપથી ટ્રાયલ શરૂ થશે
શોધકર્તાના જણાવ્યા પ્રમા્ણે આ પ્રયોગ પર બહુ જલ્દી ટ્રાયલ શરૂ થઇ જશે. આતરરાષ્ટ્રિય વાયરસ વિશેષજ્ઞોની એક ટીમે મોઉથવોશથી કોરોનાના વાયરસને દૂર કરવાનો દાવો કર્યો હતો. તેમના મત મુજબ મોઉથ વોશ કોશિકાને સંક્રમિત કર્યાં પહેલા જ કોરોના વાયરસને ખતમ કરી નાખે છે.

કોરાના વાયરસની ચારેબાજુ ચરબીથી બનેલું એક ક્વચ હોય છે. જેને માઉથવોશમાં રહેલા રસાયણ પીગળાવી દે છે. આ રીતે તેને મોંમાં જ ખતમ કરી દેવાથી વાયરસ ગળા સુધી નથી પહોંચતા અને તેના સંક્રમણથી બચી શકાય છે.

કોરાના વાયરસની ચારેબાજુ ચરબીથી બનેલું એક ક્વચ હોય છે. જેને માઉથવોશમાં રહેલા રસાયણ પીગળાવી દે છે. આ રીતે તેને મોંમાં જ ખતમ કરી દેવાથી વાયરસ ગળા સુધી નથી પહોંચતા અને તેના સંક્રમણથી બચી શકાય છે.

કોરોનાના આ સમયમાં કોગળા કરતી વખતે પણ કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. કોગળા કોઇપણ વ્યક્તિથી 6 ફૂટના અંતરે કરવા તેમજ કોગળા કરેલા પાણીને ખુલ્લું ન છોડવું.

હળદર, નમક, તુલસીના કોગળા પણ હિતકારી
ડો. કિરણ ગુપ્તાના જણાવ્યાં મુજબ જો હળદર અને નમક મિક્સ કરીને કોગળા કરવામાં આવે તો તે વધુ લાભકારી રહે છે. આ સાથે તુલસીના પાનને પાણીમાં ઉકાળીને કોગળા કરવાથી પણ ઘણી રાહત મળે છે. હળદર અને તુલીસી બંનેમાં એન્ટીવાયરલ ગુણ છે. તુલસી અને હળદરનું પાણી પી પણ શકાય છે. આ સિવાય ઉકાળોનું પણ સેવન કરી શકાય છે. જે રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. આયુષ મંત્રાલયે પણ ઉકાળાને તેના રૂટીનમાં સામેલ કરવાની સલાહ આપી છે.

ઉકાળો બનાવવાની રીત
તુલસીના 4 પાન, 1 લવિંગ, તજ અને 1થી10 ગ્રામ આદુ પીસીને દોઢ કપ પાણીમાં ઉકાળો. જ્યારે એક કપ પાણી રહી જાય ત્યારે તેમાં મધ નાખીને પીવો. જો ડાયાબિટીસની સમસ્યા હોય તો મધનો ઉપયોગ ટાળવો.

You cannot copy content of this page