Only Gujarat

National TOP STORIES

સસરાને કાંધ આપી પુત્રવધુએ પુત્રની નીભાવી ફરજ, આખે આખું ગામ હિબકે ચઢ્યું

છત્તીસગઢના ધમતરીમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં તેની પુત્રી અને પુત્રવધુએ કાંધ આપી સમાજમાં એક નવી મિસાલ રજૂ કરી પુત્રની ફરજ નીભાવી. નગર વિસ્તારના ગ્રામ દેઉરપારામાં રહેતા મોહનલાલ સાહુનું બીમારીને કારણે 23 મેના રોજ નિધન થઇ ગયું. મોહનલાલના પુત્ર દીપકનું થોડા વર્ષ પહેલા જ મૃત્યુ થઇ ગયું હતું આથી મોહનલાલને કાંધ આપનાર કોઇ ન હતું. એવામાં પુત્રવધુ રુમાન અને પુત્રીએ આ કાંધ આપી પુત્રની ફરજ નીભાવી હતી.

લોકડાઉનના નિયમોનું પાલન કરી મોહનલાલની અંતિમ યાત્રામાં પરિવારજનો તથા ગ્રામજનો સામેલ થયા હતા. મોહલલાલ સાહુ સમાજ પરિક્ષેત્ર સિરસિદાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમના પરિવારમાં તેમની પત્ની છે અને ત્રણ પુત્રી છે જેઓના લગ્ન થઇ ચૂક્યા છે. ઘરે મોહનલાલની પત્ની, પુત્રવધુ અને બે ભાણેજ છે.

છત્તીસગઢમાં આ પ્રકારની પ્રથમ ઘટના છે જેમાં એક પુત્રવધુએ પોતાના સસરાની અર્થીને કાંધ આપી હોય. પુત્રના મૃત્યુ બાદ પુત્રવધુ જ મોહનલાલના જીવનમાં પુત્ર બની ગઇ હતી. (પ્રતિકાત્મક તસવીર)

મોહનલાલ સાહુના બીમાર થવા પર પુત્રવધુએ જ પુત્રની જેમ તેમની સેવા કરી. જ્યારે તેમનું નિધન થયું તો તેના માથેથી પિતાની છત્રછાયા હટી ગઇ. સમગ્ર પરિવારમાં શોકનો માહોલ હતો એવામાં પુત્રવધુ રૂમાને હિમ્મત ન હારી અને સસરાની અરથીને કાંધ આપવા માટે તે આગળ આવી.

તેમની સાથે પુત્રીએ પણ કાંધ આપ્યો. આ વરવું દ્રશ્ય જોઇને ગામજનોની આંખમાં આંસુ આવી ગયા હતા.

You cannot copy content of this page