Only Gujarat

National

આ સાસુ-સસરાએ વિઠ્ઠલ રાદડિયાની યાદ અપાવી, વડોદરાના યુવક સાથે પુત્રવધુના બીજા લગ્ન કરાવ્યા

ઈન્દોર: સામાન્ય રીતે ફિલ્મો અથવા ટીવી સીરિયલમાં જોવા મળે છે કે સાસુ-સસરા પોતાની વિધવા પુત્રવધુના ફરી લગ્ન કરાવી નવું જીવન જીવાની તક આપે છે. ગુજરાતમાં સાંસદ સ્વ. વિઠ્ઠલ રાદડિયાએ પણ પોતાની પુત્રવધુના લગ્ન કરાવી સમાજ માટે પ્રેરણાદાયક કામ કર્યું હતું. ત્યારે ઇંદોરના એક સાસુ-સસરાએ પોતાના પુત્રનું કેન્સરના કારણે મૃત્યુ થતા પુત્રવધુનું માતા-પિતા બની કન્યાદાન કરી વડોદરાના યુવક સાથે બીજા લગ્ન કરાવ્યા હતા.

SBIમાં મેનેજર પદ પરથી રિટાયર્ડ મુકેશ શાહના એન્જિનિયર એકમાત્ર પુત્ર અંકુશ શાહના લગ્ન 2014માં મહારાષ્ટ્રના ધૂલિયામાં રહેતી કિંજલ સાથે થયા, લગ્ન બાદ અચાનક અંકુશની તબીયત ખરાબ થવા લાગી, રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું કે તેને પેટનું કેન્સર છે.

આ દરમિયાન કિંજલ ગર્ભવતી પણ બની. શાહ પરિવારે પોતાના એકના એક પુત્રની સારવારમાં કોઇ કસર બાકી ન રાખી પરંતુ 15 માર્ચ 2017ના રોજ અંકુશનું મૃત્યુ થઇ ગયું.

પુત્રના મૃત્યુ બાદ સમગ્ર પરિવાર ડિપ્રેશનમાં ગરકાવ થઇ ગયો. અંકુશની પત્નીએ પુત્રીને જન્મ આપ્યો જે સાડા ત્રણ વર્ષની થઇ ગઇ છે. પતિના મૃત્યુ બાદ પણ તેની પત્ની કિંજલે સાસરિયામાં જ રહેવાનું અને સાસુ-સસરાની સેવા કરવાનું નક્કી કર્યું.

બાદમાં અંકુશના કાકા-કાકીએ કિંજલના બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો પરંતુ કિંજલે મનાઇ કરી, બાદમાં અનેક વખત સમજાવ્યા બાદ બે વર્ષ સુધી યુવકની શોધ હાથ ધરવામાં આવી.

બાદમાં વડોદરામાં રહેતા એક યુવકે લગ્ન કરવા તૈયારી દર્શાવી અને અંકુશની પત્ની કિંજલ અને તેની દીકરીને અપનાવ્યા. આમ સાસરિયાના પ્રયાશથી દીકરીને પિતાનો સાથ મળ્યો જ્યારે કિંજલે ફરી પોતાના જીવનની શરૂઆત કરી.

You cannot copy content of this page