Only Gujarat

Bollywood TOP STORIES

આ સાઉથસુપરસ્ટારને પહેલી જ નજરમાં થઈ ગયો હતો પ્રેમ, બાદશાહી ઠાઠથી કર્યાં હતાં લગ્ન

 

ચેન્નઈઃ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને હાલમાં જ લગ્નની 9મી વર્ષગાઠ ઉજવી હતી. અલ્લુએ 9 વર્ષ પહેલા 6 માર્ચ 2011ના રોજ ગર્લફ્રેન્ડ સ્નેહા સાથે લગ્ન કર્યા હતાં. લગ્નની વર્ષગાંઠ પર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અલ્લુએ પત્ની સાથે એક તસવીર શેર કરી હતી. ફોટો પર અલ્લુએ કેપ્શન આપ્યું હતું કે લગ્નના 9 વર્ષ ઝડપથી વીતી ગયા પરંતુ પ્રેમ વધતો રહ્યો. અલ્લુની પત્ની સ્નેહા હૈદરાબાદના બિઝનેસમેનની દીકરી છે.

અલ્લુ અને સ્નેહાની લવ સ્ટોરી પણ ખુબ જ રોચક છે. બંનેની મુલાકાત એક મિત્રના લગ્નમાં થઇ. મિત્રે અલ્લુ અને સ્નેહા વચ્ચે મુલાકાત કરાવી હતી. સ્નેહાને જોતા જ અલ્લુને પ્રથમ નજરનો પ્રેમ થઇ ગયો હતો. ત્યારબાદ બંનેએ એક-બીજાના ફોન નંબર એક્સચેન્જ કર્યા હતાં.

મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પલટાઈ અને અંતે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને 6 માર્ચ 2011માં બંનેએ સાત ફેરા લીધા.

અલ્લુએ પોતાના લગ્ન ખૂબ જ ભવ્ય રીતે કર્યા હતા. તેમના લગ્નના કાર્ડને દિલ્હીના ડિઝાઇનરે ડિઝાઇન કર્યા હતા, જેમાં ક્રીમ અને ગોલ્ડન કલરના બે લેયર બોક્સ હતાં, જેમાં ઇન્વીટેશનની સાથે અનેક ચોકલેટ્સ અને મીઠાઇ હતી.

અલ્લુ-સ્નેહાના લગ્ન માધવપુર, હૈદરાબાદના હિટેક્સ ગ્રાઉન્ડમાં થયા. આ ગ્રાઉન્ડ પર તિરુપતિ મંદિરની ડિઝાઇનનો મંડપ હતો. જ્યાં કપલે સાત ફેરા લીધા. અલ્લુ-સ્નેહાને બે બાળકો છે, જેમાં દીકરો અલ્લુ અયાન અને દીકરી અલ્લુ અરહા.

અલ્લુ વેટરન એક્ટર ચિરંજીવીનો ભત્રીજો છે. તેની માતા નિર્મલા ચિરંજીવીની બહેન છે. આ સંબંધથી અલ્લુ ચિરંજીવીના દીકરા રામચરણ તેજાનો ભાઇ પણ છે.

અલ્લુએ 2013માં આવેલી ફિલ્મ ‘ગંગોત્રી’થી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તેણે ‘આર્યા’, ‘બન્ની’, ‘હેપ્પી’, ‘દેસમુદુરું’, ‘આર્ય 2’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page