Only Gujarat

Bollywood

મિથુનદાની મોટી વહુએ બતાવ્યો એવો જલવો કે ભલભલા લોકો થઈ જાય પાગલ!

મુંબઈઃ મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમના ફોટો અને વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. મદાલસા શર્માનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રસે સૈફ અલી ખાન અને કરીના કપૂરની ફિલ્મ ‘કુરબાન’ના ગીત ‘શુક્રન અલ્લાહ’ પર અદભુત અંદાજ બતાવ્યો છે. આ વીડિયોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.

મદાલસા શર્માએ મિથુન ચક્રવર્તીના દીકરા મિમોહ ચક્રવર્તી સાથે લગ્ન કર્યાં છે. મદાલસા ખૂબ જ ફૅમશ એક્ટ્રસ છે, તે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણિતી એક્ટ્રસ છે.

મદાલસા શર્મા અત્યારે પોપ્યુલર ટીવી સિરિયલ અનુપમામાં કાવ્યા ઝવેરીનો રોલ પ્લે કરી રહી છે. 13 જુલાઈએ ઑન એર થયેલી સિરિયલમાં મદાલસાનો રોલ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

મદાલસા શર્મા ફૅમશ એક્ટ્રસ શીલા શર્મા અને નિર્માતા-નિર્દેશક સુભાષ શર્માની દીકરી છે. શીલાએ 90નાં દશકમાં મહાભારત સિરિયલમાં દેવકીનો રોલ પ્લે કર્યો હતો.

મદાલસા શર્મા અને મિમોહ ચક્રવર્તીના લગ્ન વર્ષ 2018ના જુલાઈ મહિનામાં થયાં હતાં. મદાલસાએ વર્ષ 2009માં તેલુગુ ફિલ્મ ‘ફિટિંગ’થી ડેબ્યુ કર્યું હતું. આ ઉપરાંત તેમને કન્નડ ફિલ્મ ‘શૌર્ય’માં પણ કામ કર્યું છે.

મદાલસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે ઘણીવાર તેમના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

You cannot copy content of this page