Only Gujarat

Bollywood

અભિનેતા રાજ બબ્બરનો જમાઈ છે આ એક્ટર, ફિલ્મો થઈ ફ્લોપ પણ ટીવીએ અપાવી મોટી સફળતા

મુંબઈઃ એક્ટર અનૂપ સોની જલદી જ શાહરૂખ ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ક્લાસ ઑફ 83માં જોવા મળશે. એટલું જ નહીં ફિલ્મમાં બોબી દેઓલ લીડ રોલમાં જોવા મળશે. અનૂપ સોનીનું એક્ટિંગ કરિયર લાંબુ રહ્યું છે. તે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલમાં કામ કરી ચૂક્યા છે. પણ, તેમને ફિલ્મથી હીરો તરીકેની ખાસ ઓળખ મળી નહીં. ટીવીએ તેમના કરિયરને સફળતાં અપાવી છે.

અનૂપ સોનીએ તેમના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. વર્ષ 1988માં આવેલી સિરિયલ ‘સાયા’માં તે જોવા મળ્યાં હતાં. આ પછી તેમણે ફિલ્મોમાં કામ કરવા માટે ટીવીથી બ્રેક લીધો હતો.

વર્ષ 1999માં તે ફિલ્મ ‘ગૉડફાધર’માં જોવા મળ્યાં હતાં, આ પછી તે ફિલ્મ ‘ફિઝા’, ‘રાઝ’, ‘હથિયાર’, ‘ગંગાજલ’, ‘અપહરણ’, ‘દસ કહાનીયા’, ‘પ્રસ્થાન’ સહિતની ફિલ્મોમાં જોવા મળ્યાં છે.

આ ફિલ્મોમાં અનૂપ સોની સાઇડ હીરો અથવા સપોર્ટિંગ એક્ટર્સના રોલમાં જોવા મળ્યાં હતાં. તમામ ફિલ્મોમાં કામ કર્યું અને શાનદાર અદાકારી ઉપરાંત તેમને ખાસ લોકપ્રિયતા મળી નહીં.

તેમને લાઇમલાઇટ ટીવી સિરિયલથી મળી. કલર્સની સિરિયલ ‘બાલિકા વધૂ’માં તેમને ભૈંરો ધર્મવીર સિંહનો રોલ પ્લે કર્યો હતો. સિરિયલ સાથે અનૂપ સોની પણ જબરદસ્ત હિટ થયો હતો.

અનૂપ સોની ક્રાઇમ શૉ ‘ક્રાઇમ પેટ્રોલ’ ઘણાં વર્ષો સુધી હૉસ્ટ કરતા આવ્યાં છે. જે રીતે બિગબૉસ માટે સલમાન ખાનને પરફેક્ટ માનવામાં આવે છે, તે રીતે જ અનૂપને ક્રાઇમ પેટ્રોલ માટે બેસ્ટ હોસ્ટ કહેવામાં આવે છે.

અનૂપ સોની છેલ્લાં 10 વર્ષથી ક્રાઇમ પેટ્રોલના હોસ્ટ છે. આ દરમિયાન તેમને બીજા પ્રોજેક્ટ્સ માટે ક્રાઇમ પેટ્રોલ છોડી દીધો હતો, પણ પછીતેમને ફરીથી હોસ્ટ તરીકે વાપસી કરી હતી.

અનૂપ સોનીએ ‘શાંતિ’, ‘રીમિક્સ’, ‘કહાની ઘર ઘર કી’, ‘રાત હોને કો હૈ’, ‘કહાની કૉમેડી સર્કસ કી’, ‘સીઆઈડી’, ‘તહકીકાત’, ‘આહટ’ જેવી સિરિયલમાં કામ કર્યું છે. તે વેબ સીરિઝ ‘ધ ટેસ્ટ કેસ’ અને ‘બૉમ્બર્સ ’માં પણ કામ કરી ચૂક્યા છે.

અનૂપ સોનીના પર્સનલ ફ્રન્ટની વાત કરીએ તો તે રાજ બબ્બરના જમાઈ છે. તેમને રાજ બબ્બરની દીકરી સાથે બીજા લગ્ન કર્યાં છે. બંને એક પ્લે દરમિયાન મળ્યાં હતાં. તેમને એક દીકરો પણ છે.

જૂહી પહેલાં અનૂપ સોનીએ વર્ષ 1999માં રિતુ સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન પછી તેમને બે દીકરીઓ છે. વર્ષ 2010માં બંનેના છૂટાછેડા થઈ ગયા. પછી બંને વર્ષ 2011માં અનૂપ સોનીએ જૂહી સાથે બીજા લગ્ન કર્યાં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page