Only Gujarat

Bollywood

રિયાએ હવે કર્યો મોટા ધડાકો, સુશાંતે પહેલી જ વાર સૈફની દીકરી સાથે લીધો હતો ડ્રગ્સનો હેવી ડોઝ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં ડ્રગ્સ એંગલમાં પકડાયેલી એક્ટરની પૂર્વ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ NCB સમક્ષ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, સુશાંતે પ્રથમવાર ડ્રગ્સનો હેવી ડોઝ સૈફ અલી ખાનની દીકરી સારા સાથે લીધો હતો. ધરપકડ અગાઉ રિયા નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો સાથે ચાલેલી લાંબી પૂછપરછમાં સુશાંતનું ઘર છોડવાનું કારણ જણાવ્યું હતું. ખાનગી ચેનલે એનસીબી અને રિયા વચ્ચેની પૂછપરછના એક્સક્લૂસિવ ટ્રાન્સક્રિપ્શન મેળવ્યાનો દાવો કર્યો છે. જેમાં એક્ટ્રેસે સુશાંતથી અલગ થવા અંગે ખુલાસો કર્યો હતો.

આજતકની રિપોર્ટ અનુસાર, એનસીબીને તાજેતરમાં આપેલા સ્ટેટમેન્ટમાં રિયા ચક્રવર્તીએ કહ્યું હતું કે,‘સુશાંત ડ્રગ એડિક્ટેડ થઈ ગયો હતો અને તે ડ્રગ્સની કુટેવમાંથી બહાર નીકળી રહ્યો નહોતો.’આ કારણે રિયાએ સુશાંતનું ઘર છોડવાનો નિર્ણય કર્યો હતો.

રિપોર્ટ્સ અનુસાર, તે સમયે લૉકડાઉન અને સુશાંત પર લાગેલા મીટૂના આરોપના કારણે રિયાને પોતાના કરિયર પર સંકટ હોવાનું લાગતા તેણે સુશાંતથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.

રિપોર્ટસમાં રિયાના નિવેદનનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું કે, ફિલ્મ ‘કેદારનાથ’ની શૂટિંગ દરમિયાન સુશાંત ફૂટ હિલ અને હિમાલય પર હતો ત્યારે ત્યાં સરળતાથી ડ્રગ્સ મળી રહેતું હોવાથી તે એડિક્ટેડ થઈ ગયો હતો. એવો દાવો કરવામા આવ્યો કે, ‘સેટ પરના તમામ લોકો ડ્રગ્સ લેતા હતા. એક વાત ચોક્કસ હતી કે જે ડ્રગ્સ લેતો હતો ખાસ કરીને કૈનબિસ તેને ભૂખ વધુ લાગતી અને તેનું વજન વધવા લાગતું.’

રિયાએ જણાવ્યું હતું કે,‘કોકેનથી વજન ઓછું થાય છે અને કૈનબિસથી વધે છે. સુશાંત અને સારા પરત આવ્યા ત્યારે તેમનું વજન વધી ગયું હતું. જ્યારે કે જ્યાં તેઓ શૂટિંગ કરતા હતા ત્યાં વજન વધારવું મુશ્કેલ હતું.’

You cannot copy content of this page