Only Gujarat

Bollywood FEATURED

આર્થિક તંગીનો સામનો કરી રહી છે ‘ હમારી બહૂ સિલ્ક’ની એક્ટ્રેસ, કેવી થઈ હાલત

ટીવીનો લોકપ્રિય શો ‘હમારી બહુ સિલ્ક’ ફેમ એક્ટ્રેસ સરિતા જોશીએ સિરિયલ વિશે જણાવ્યું હતું કે, છેલ્લા 7 મહિનાથી તેમને ફી મળી નથી અને તેમની પાસે રહેવા માટે પણ પૈસા નથી. કોરોના રોગચાળાને કારણે લોકડાઉનનો અમલ દેશભરમાં કરવામાં આવ્યો હતો, જેની અસર સામાન્ય લોકોથી લઈને સ્ટાર્સ સુધીના લોકો પર પડી છે. કામ બંધ થતાં દરેકને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

સરિતા જોશીને ગયા વર્ષે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે તે એકલા છે અને સિનિયર સિટિઝન છે. આવી સ્થિતિમાં, તેમની ફી ન મળવાને કારણે, તેઓ પોતાની રૂટિન લાઇફની આવશ્યક ચીજવસ્તુઓ પણ ખરીદી શકતા નથી.

સરિતા જોશીએ કહ્યું કે તે એક વરિષ્ઠ નાગરિક છે અને એકલા રહે છે. તેઓ આઠ વર્ષના હતા ત્યારથી કામ કરી રહ્યા છે. તેઓ કહે છે કે આનો અર્થ એ નથી કે તેઓ આ રીતે પોતાની મહેનતની કમાણીને જવા દે. હવે 7 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે અને સિન્ટા અને નિર્માતાઓના કહેવા પછી પણ, કોઈ સમાધાન મળ્યું નથી.

સરિતાએ કહ્યું કે રોગચાળાને લીધે, તેમણે નક્કી કર્યું હતું કે તેઓ થોડા મહિના કામ કરશે નહીં, પરંતુ રોજિંદી જરૂરીયાતોને પહોંચી વળવા તેમને પૈસાની જરૂર છે.

અભિનેત્રીએ કહ્યું કે તેમણે ક્યારેય તેમની ઉંમરને તેમના કામમાં આવવા દીધી નથી. કરારમાં, 10 કલાકનો ઉલ્લેખ છે, પરંતુ ઘણીવાર તેમણે 12-15 કલાક કામ કર્યું છે, કારણ કે તેમને પોતાનો એપિસોડ પુરો કરવાનો હતો.

આ પહેલા તેમની સાથે ક્યારેય આવું બન્યું નથી. તેમણે એસોસિએશન અને ચેનલને આ મામલે દખલ કરવા અપીલ કરી છે.

જણાવી દઈએ કે, સરિતા જોશી ‘બા બહુ ઓર બેબી’, ‘એક મહલ હો સપને કા’ અને ‘ખિચડી રીટર્ન’ જેવી ટીવી સિરિયલોમાં કામ કરી ચૂક્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page