Only Gujarat

FEATURED National

લોકડાઉન છતાં પણ કપલ્સ રંગરેલિયા મનાવવા પહોંચ્યા હતા હોટલે પછી…..

કોરોના વાયરસના કારણે બિહારમાં ગુરુવારથી આગામી 16 દિવસ એટલે 31 જુલાઇ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ આ દરમિયાન સમસ્તીપુરની એક હોટેલના રૂમમાં પોલીસે યુવક-યુવતીઓને કઢંગી હાલતમાં પકડ્યા છે. આ મામલામાં 5 યુવક અને 3 યુવતીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.

આ મામલામાં સમસ્તીપુરના થાનાધ્યક્ષ સીતારામ પ્રસાદનું કહેવું છે કે ગુરુવારે શહેરમાં લોકડાઉનને કડકાઇથી લાગુ કરાવવા માટે ડીએમના આદેશ પર એક ટીમ નીકળી હતી. જે માસ્ક વગર અને હેલમેટ વગર ફરતા લોકોને પકડી રહી હતી. સાથે જ દુકાનો બંધ કરાવવામાં આવી રહી હતી. આ દરમિયાન પોલીસ હોટેલમાં દરોડા કરવા પહોંચી. ત્યાં જોયું તો કેટલાક યુવક-યુવતીઓ હોટેલના અલગ અલગ રૂમમાં કઢંગી હાલતમાં હતા. હોટેલ માલિક અને મેનેજર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. યુવતીઓનું કોર્ટમાં નિવેદન લેવામાં આવશે.

પોલીસનું કહેવું છે કે હોટેલવાળા લોકડાઉનનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. વધુ પૈસા આપી યુવક-યુવતીઓને રૂમ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. આ વાતનો ખુલાસો એસડીઓ અને ડીએસપીના દરોડા દરમિયાન થયો. પકડાયેલા તમામ કપલ્સના પરિવારજનોને પોલીસે સૂચના આપી દીધી છે અને તેઓને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે.

ત્યારબાદ શહેરના બહાદુરપુર નજીક પોલીસે કારમાં સંદિગ્ધ હાલતમાં એક પ્રેમી જોડાને પકડ્યું હતું. પોલીસે બંનેની પુછપરછ કરી તો બંનેની વાતોમાં વિરોધાભાસ મળી આવ્યો. યુવતીએ યુવક પર અપહરણનો આરોપ લગાવ્યો. ત્યારબાદ બંનેને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.

શહેરમાં લોકડાઉનનું પાલન કડકાઇથી થાય તે માટે પ્રશાસન પોતાની તરફથી કોઇ કસર બાકી રાખવા માગતું નથી.

પોલીસ આ માટે વિવિધ અભિયાન ચલાવી રહી છે. પ્રશાસનનું કહેવું છે કે જે પણ લોકડાઉનના નિયમ તોડશે તેની સાથે કડક પગલા લેવામાં આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page