Only Gujarat

FEATURED National

પરિણીત માતાના પ્રેમમાં પડ્યો, ભાડુઆતના ઘરમાં ગયો ને કરવા લાગ્યો એવું કે…

ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ શહેરના લોનીમાં એક હત્યાની ઘટના સામે આવી છે, જ્યાં મકાન માલિકના દીકરાએ ભાડૂઆતની પત્નીના માથા પર એક પછી એક જોરદાર પ્રહાર કર્યા, જેના કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આ ઘટના લોની બોર્ડર પોલીસ સ્ટેશન હેઠળ આવતી મધુબન કોલોનીમાં બની હતી.

શહેરમાં શાહજહાંપુરના રહેવાસી દેવેન્દ્ર છેલ્લા 7 વર્ષથી પોતાની પત્ની સુધા અને 3 બાળકો સાથે લોનીના મધુબન કોલોનીમાં રહેતો હતો. દેવેન્દ્ર એક ફેક્ટ્રીમાં કામ કરે છે. તેનો પરિવાર અહીં 1 વર્ષથી રહે છે. મંગળવારે (8 સપ્ટેમ્બર) સવારે દેવેન્દ્ર રોજની જેમ ફેક્ટ્રી પર ગયો હતો. ઘરમાં પત્ની સુધા અને દીકરી શાલૂ હતી. બપોરે 12 કલાકે મકાન માલિકનો દીકરો યોગેશ પ્રથમ માળે આવેલા સુધાના ઘરે પહોંચ્યો હતો.

તેણે સુધાની દીકરી શાલૂને કંઈક સમજાવી ઘરની બહાર મોકલી દીધી હતી. અમુક કલાક બાદ શાલૂ પાછી આવી તો દરવાજો બંધ હતો અને અંદરથી કોઈએ ખોલ્યો નહી. તેથી શાલૂએ બૂમો પાડી દરવાજો ખોલાવ્યો તો તેની માતા સુધા જમીન પર લોહીલુહાણ હાલતમાં નીચે પડી હતી. રૂમમાં ચારેય બાજુ લોહીના નિશાન હતા અને ત્યાં યોગેશ પણ હાજર હતો. જોકે તક મળતા જ તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો.

મકાન માલિકે તાત્કાલિક સુધાના પતિને ફોન કરી બોલાવ્યો અને સુધાને સારવાર માટે સેન્ટ સ્ટીફન્સ હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં સુધાને ડૉક્ટર્સે મૃત જાહેર કરી હતી. ઘટના સ્થળે પહોંચી પોલીસે ફરિયાદ નોંધી અને સાંજ સુધીમાં તો આરોપીની ધરપકડ પણ કરી લીધી હતી.

પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તે સુધાના પ્રેમમાં પડ્યો હતો અને તેણે સુધા સમક્ષ પોતાના પ્રેમનો પ્રસ્તાવ પણ ઘણીવાર મૂક્યો હતો. 8 તારીખે પણ આરોપી સુધાને આ કારણે જ મળવા ગયો હતો અને સુધાએ ઠપકો આપતા યોગેશે હથોડા વડે એક પછી એક પ્રહાર કરી તેની હત્યા કરી હતી.

બીજી તરફ સુધાના પતિ દેવેન્દ્રએ પોલીસને જણાવ્યું હતું કે, 2007માં તેના લગ્ન હરદોઈની સુધા સાથે થયા હતા. તે પોતાની પત્ની અને બાળકો સાથે ઘણો ખુશ હતો. મકાન માલિકના દીકરા સાથે ક્યારેય કોઈ ઝઘડો થયો નહોતો, પરંતુ તેણે પત્નીની હત્યા શા માટે કરી એ અંગે તેને પણ જાણ નહોતી. આ અગાઉ 10 ઓગસ્ટના પણ લોનીમાં ધોડા દિવસે એક મહિલાની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

આ મામલે પણ પોલીસે અજ્ઞાત લોકો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. મહિલાને માથા પર જ ગોળી મારવામાં આવી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મહિલા કોઈની સાથે બાઈક પર જઈ રહી હતી.

You cannot copy content of this page