Only Gujarat

FEATURED National

ગેંગસ્ટરનો વધુ એક વીડિયો આવ્યો સામે, મિત્રની પત્નીને લગ્નના દિવસે જ ધમકાવતો જોવા મળ્યો

કાનપુરમાં સીઓ સહિત આઠ પોલીસકર્મીઓની શહાદત બાદથી કુખ્યાત વિકાસ દુબેની ચર્ચા દેશભરમાં થઇ રહી છે. થોડા દિવસ પહેલા ઉજ્જૈનથી પકડાયા બાદ બીજા દિવસે સવારે તેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ વિકાસ દુબેની ચર્ચા બંધ થવાનું નામ લેતી નથી. આ દરમિયાન વિકાસ દુબેનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક નવવિવાહિતા દ્વારા ફોટો પડાવવાનો આગ્રહ કરવા પર વિકાસ એવું કહી રહ્યો છે કે તે બેસીને ફોટો નથી પડાવતો.

વાયરલ વીડિયોમાં વિકાસ દુબે એક નવવિવાહિતાની સાથે ફોટો પડાવતો દેખાઇ રહ્યો છે. જેમાં તે કહે છે કે તે બેસીને નહીં ઉભા રહીને જ ફોટો પડાવે છે. કહેવામાં આવી રહ્યું ઠછે કે આ વીડિયો વિકાસનો ડાબો હાથ ગણાતા અમર દુબે અને ખુશીના લગ્નનો છે. કાનપુરકાંડના થોડા દિવસ પહેલા જ અમર અને ખુશીના લગ્ન થયા હતા. લગ્નના 9 દિવસ બાદ જ અમર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.

વાયરલ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે દુલ્હન કહે છે કે મામા (વિકાસ દુબે) સાથે બેસી એક ફોટો પડાવી લો. આ અંગે વિકાસ દુબે કહે છે કે હું ઉભા રહીને ફોટો પડાવીશ. છ સેકન્ડના આ વીડિયોને પણ પોલીસે પોતાના કબજામાં લીધો છે.

તો જેલમાં બંધ વિકાસના સાથી શશિકાંતની પત્ની મનુની ત્રીજી વીડિયો ક્લિપ પણ વાયરલ થઇ રહી છે. જેમાં તે કોઇ બઉઆ સાથે વાત કરી રહ્યાં છે. તે બઉઆને કહે છે કે તે ભૈયાને (અંદાજે તેનો પતિ) ફોન કરી રહી હતી. પોતાનો ફોન લઇ ગયા છે કે નહીં એ ખબર નથી તે પ્રભાતની છત પર છે. તમે ક્યાં છો. જેના જવાબમાં બીજી તરફથી બઉઆ કહે છે કે તે પણ અંટિયા પર બેઠો છે.

બાદમાં પત્ની ફરીથી કહે છે કે તે ગોપાલની છત પર છે. હવે પોલીસ એ તપાસ કરવામાં લાગી છે કે આ ઓડિયો એન્કાઉન્ટરમાં જે નામજદ આરોપી ઠાર મરાયો હતો એટલે બઉઆ ઉર્ફ પ્રવીણ દુબે સાથે મનુની વાતચીત છે અથવા કોઇ અન્ય સાથે.

 

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page