Only Gujarat

Bollywood

આ છે ભોજપુરી ફિલ્મોની સુંદર એક્ટ્રસ, તસવીરો જોઈને થઈ જશો પાગલ

મુંબઈઃ બોલિવૂડમાં અનેક સુંદર, દમદાર અને પ્રતિભાશાળી એક્ટ્રસ છે. જેમણે તેમની લાયકાતના દમ પર અલગ મુકામ હાંસલ કર્યું છે. માત્ર બોલિવૂડ જ નહીં પણ અન્ય દેશી ઇન્ડસ્ટ્રીઝમાં પણ એવી અનેક એક્ટ્રસ છે, જે ઘણીવાર લાઇમલાઇટમાં રહે છે. જેમાં ભોજપુરી ફિલ્મની એક્ટ્રસ ટૉપ પર રહે છે. તો અમે તમને જણાવીએ એવી પાંચ ભોજપુરી ફિલ્મની એક્ટ્રસ વિશે જેમની સુંદરતાં બોલિવૂડની હીરોઇનને ટક્કર આપે છે.

અક્ષરા સિંહ
અક્ષરા સિંહ ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત એક્ટ્રસ છે. અક્ષરાએ વર્ષ 2011માં ભોજપુરી ફિલ્મ ‘પ્રાણ જાય પર વચન ન જાયે’થી તેમના કરિયરની શરૂઆત કરી હતી. અક્ષરાએ ભોજપુરી આલ્બમ ‘દિલ બોલે બમ બમ બમ’માં કેટલાક ગીતમાં તેમનો અવાજ આપ્યો હતો. પવનસિંહ સાથે અક્ષરાની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

રાની ચેટર્જી
ભોજપુરી ફિલ્મની ક્વીન રાની ચેટર્જીએ 14 વર્ષની ઉંમરમાં તેમના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. રાનીએ ફિલ્મ ‘સસુર બડા પઈસા વાલા’થી ખૂબ જ ફેમસ થઈ અને રેકોર્ડ કર્યો હતો. રાનીએ અત્યાર સુધી 200થી વધારે ફિલ્મમાં કામ કર્યું છે. રાનીના ફેન્સ તેમની સુંદરતાના દિવાના છે.

આમ્રપાલી દુબે
આમ્રપાલી દુબે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રસમાંથી એક છે. આમ્રપાલીએ ભોજપુરી ફિલ્મોમાં એન્ટ્રી કર્યાં પહેલાં હિન્દી સિરિયલમાં કામ કર્યું છે. આમ્રપાલીએ ભોજપુરી ફિલ્મ જગતમાં એકથી એક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

કાજલ રાધવાની
કાજલ રાધવાની ફેન ફોલોઇંગ માત્ર ભોજપુરી ઇન્ડસ્ટ્રી સુધી સીમિત નથી. તેમની સુંદરતાની ચર્ચા આજે પણ હિન્દી સિનેમામાં થાય છે. કાજલ રાધવાનીએ 16 વર્ષની ઉંમરમાં તેમના કરિયરની શરૂઆત કરી હતી. કાજલ તેમની પહેલી ફિલ્મથી જ લોકપ્રિય થઈ ગઈ હતી. મૂળ બિહારની કાજલે 2013માં ભોજપુરી ફિલ્મ ‘રિહાઇ’થી ડેબ્યુ કર્યું હતું.

મોનાલિસા
ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે હિન્દી સિનેમામાં તેમની ઓળખ બનાવનારી મોનાલિસાનું અસલી નામ અંતરા વિશ્વાસ છે. મોનાલિસા પણ ભોજપુરી ફિલ્મોની સૌથી સુંદર અને બોલ્ડ એક્ટ્રસમાંથી એક છે. મોનાલિસા લગભગ 125 ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત તેમણે બંગાળી, ઉડિયા, તમિલ, તેલૂગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મોનાલિસા હિન્દી ટેલિવિઝન પર સિરિયલ ‘નજર’માં પણ જોવા મળી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page