Only Gujarat

Bollywood

રવીના ટંડન સાથે સગાઈ કર્યા પછી ખિલાડી કુમાર અક્ષયે કર્યો હતો વિશ્વાસઘાત

મુંબઈઃ અક્ષય કુમાર તેમનો જન્મ દિવસ 9 સપ્ટેમ્બરે ઉજવશે. અક્ષય કુમારે 20 વર્ષ પહેલાં ટ્વિન્કલ ખન્ના સાથે લગ્ન કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારનું નામ અનેક એક્ટ્રસ સાથે જોડાઈ ચૂક્યું છે. આ દરમિયાન અક્ષય કુમારને ‘લેડી કિલર’ કહેવામાં આવે છે પણ, અક્ષય તેમના વિશે એવું માનતો નથી.

અક્ષય કુમારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું લેડી કિલર નથી. હું તેમને આકર્ષિત કરું છું. હું દરેક કામને પ્રામાણિકતાથી કરવાનો પ્રયત્ન કરું છું. જે કહેવું હોય તે કહી દવ છું અને જોડી-તોડીને કરતો નથી. ક્યારે ડિપ્લોમેટિક પણ થવ છું કેમ કે બીજાને નુકસાન પહોંચે નહીં. મને લાગે છે કે, આ લાગે છે કે આ બધી વસ્તુથી મહિલાઓ અને બીજાને આકર્ષિત કરી શકું છું. આ બધી લગ્ન પહેલાંની વાત છે. લગ્ન પછી મારે આ ક્રાઉન બીજા કોઈને આપવો પડ્યો’

રવીના ટંડન, શિલ્પા શેટ્ટી, રેખા સહિતની ઘણી એક્ટ્રસ સાથે અક્ષયના અફેરના કિસ્સા ચર્ચામાં રહ્યાં છે. આ અંગે અક્ષય કુમારે ક્યારેય મોકળામને વાત કરી નથી પણ ગોસિપની ગલીઓમાં અક્ષયના અફેરની ચર્ચા ખૂબ જ થઈ રહી હતી. રવિનાએ જણાવ્યું હતું કે, ‘અક્ષય સાથે તેમની સગાઈ પણ થઈ ગઈ હતી પણ, તે શિલ્પા શેટ્ટીને ડેટ કરતો હતો.’

રવીનાએ કહ્યું હતું કે, ‘જ્યારે તમારો સિક્કો ખોટો હોય તો તમે બીજા વિશે શું કહેશો’ મારા માટે પ્રામાણિકતાનું મહત્ત્વ છે. તે ઇચ્છતો હતો કે, હું દરેક વાર આવું કરું. મેં ત્રણ વર્ષ આવું કર્યું પણ હું હારી ગઈ. આ તે છોકરો હતો, જેનું કહેવું હતું કે, હું તમારી સાથે લગ્ન કરવા માગુ છું. તારામાં એ બધું જ છે મારે જોઈએ છે. અમારા વચ્ચે ઝઘડા થતાં હતાં. પછી મનાવી અમે સગાઈ કરી. અમારી બેવાર સગાઈ થઈ. એકવાર જ્યારે અમારું બ્રેકઅપ થયું તો આ દરમિયાન કોઈ બીજા સાથે સગાઈ કરી લે છે. મેં તેને સ્પષ્ટ કહ્યું કે, આ રમકડું છે કે શું એક તૂટી ગયું અને બીજું લઈ લીધું.’

પોતાના અફેરના કિસ્સા પર અક્ષયે કહ્યું કે,. ‘ફુલ બ્લડ હૉટ મેન છું જી, તો અફેર હતાં તો હતાં’ પછી અક્ષયની જિંદગીમાં ટ્વિન્કલ આવી ગઈ. કોફિ વિથ કરણ શોમાં ટ્વિન્કલ ખન્નાએ જણાવ્યું કે, ‘અમે ક્યાંક બહાર હતાં. ત્યાં ટીવી અને પુસ્તકો પણ નહોતા.

હું એક સંબંધમાંથી નીકળી જ હતી. મેં 15 દિવસ માટે અક્ષયને બોયફ્રેન્ડ બનાવી લીધો પણ, તે 15 દિવસ પુરા થયાં નહીં. પાછા આવ્યા ત્યારે માનો સામનો થયો. માને લાગતું હતું કે અક્ષય ગે છે. અક્ષયને કહ્યું હતું કે, જો ફિલ્મ ‘મેલા’ હિટ થઈ તો તારી સાથે લગ્ન નહીં કરું. મેલા ફ્લોપ થઈ ગઈ અને મારા લગ્ન અક્ષય સાથે થઈ ગયાં.’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page