તારક મહેતાના ખ્યાતનામ એક્ટરનું મોત, બધા કલાકારો ઈમોશનલ થયા

ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને વધુ એક ઝટકો લાગ્યો છે. સીરિયલના ફેમસ એક્ટરનું કરુણ મોત થયું છે. આ દુખદ સમાચાર મળતાં જ જેઠાલાલ એટલે કે દિલીપ જોષી સહિતના સ્ટાર કાસ્ટ ભાવુક થઈ ગઈ છે. બધા કલાકારો શોકમાં ગરકાવ થઈ ગયા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક્ટર સુનીલ હોલકરનું નિધન થયું છે. સુનીલ હોલકર ‘તારક મહેત’ સીરિયલના અનેક એપિસોડમાં નજર આવી ચૂક્યા છે.

આ સિવાય તેમણે અનેક હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એક્ટર સુનીલ હોલકરે 40 વર્ષી ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. એક્ટરને લીવર સોરાયસિસની બીમારી હતી.

લાંબા સમયથી તેમની સારવાર ચાલુ હતી. દરમિયાન તેમણે ગઈ કાલે 13 જાન્યુઆરીએ દુનિયામાંથી વિદાઈ લીધી હતી.  સુનીલ હોલકરને પોતાના મોતનો અંદાજો પહેલાથી જ આવી ગયો હતો.

તેમણે આ દુનિયા છોડતા પહેલા દોસ્તોને એક મેસજ પણ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે તે બધાને સારી રીતે ગુડબાય કહેવા માંગે છે. સાથે જ લોકો માટે પ્રેમ અને થેન્ક્યુ પણ કહ્યું હતું. તેમણે પોતાના આ મેસેજમાં પોતાની ભૂલો માટે માફી પણ માંગી હતી.

એક્ટર સુનીલ હોલકરના નિધન પર અનેક લોકોએ તેને શ્રદ્ધાંજલિ આપી હતી.એક્ટર પોતાની પાછળ માતા, પત્ની, બે બાળકોને છોડીને ગયા છે.