Only Gujarat

FEATURED National

નગરપાલિકાએ ના સાંભળી મહિલાની ફરિયાદ, અંતે તેમણે પ્રમુખને નવાડાવ્યા કાદવથી, જામી લોકોની ભીડ

મહારાજગંજઃ ઉત્તર પ્રદેશના મહારાજગંજથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં વરસાદ ના પડવાના કારણે મહિલાઓએ નગરપાલિકાના પ્રમુખને કાદવ ચોપડીને નવડાવ્યા હતા. આ દરમિયાન ઘટનાની જાણ થવા પર ભીડ જામી હતી. વરસાદના કારણે ખેતરોને પાણી નથી મળી રહ્યું જેના કારણે ખેડૂતો દુઃખી છે. અમુક લોકોએ પંપિંગ સેટ વડે ખેતરમાં સિંચાઈ કામ શરૂ કર્યું છે. જ્યારે ઘણા લોકો ઈન્દ્ર દેવને રિસવવા માટે પૂજા કરી રહ્યાં છે.

અમુક લોકો વરસાદ માટે વિવિધ પ્રકારના ટોટકા પર અમલ કરી રહ્યાં છે. જેના ભાગ રૂપે નૌતનવાંની મહિલાઓ નગરપાલિકા પ્રમુખ ગુડ્ડુ ખાનના ઘરે ભેગી થઈ હતી. જે પછી મહિલાઓએ નગરપાલિકા અધ્યક્ષના શરીર પર કાદવ ચોપડી તેમને નવડાવ્યા હતા.

મહિલાઓના મતે આમ કરવાથી વરસાદ થશે. કમલાવતી નામની મહિલાએ જણાવ્યું કે, એવી માન્યતા છે કે નગરપાલિકાના પ્રમુખ કે ટોચના વ્યક્તિઓને કાદવ વડે નવડાવવામાં આવે તો ઈન્દ્રદેવ ખુશ થશે અને ભારે વરસાદ પડશે.

આ ઘટનાની જાણ થવા પર નગરપાલિકા પ્રમુખના ઘર બહાર ભીડ જામી હતી. લોકોને પહેલા તો કોઈ વિવાદ થયો હોવાની શંકા ગઈ. પરંતુ જ્યારે તેમને આમ કરવા પાછળના કારણ અંગે જાણ થઈ તો લોકો હસતા-હસતા પાછા ગયા હતા.

આ ઘટનામાં મીરા, માનતી, શકુંતલા, કમલા, સોહરાતી, શુશીલા, બસંતી, સુરજાવતી, શીલા સહિતની મહિલાઓ હાજર રહી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page