Only Gujarat

FEATURED National

પ્રેમી કપલને પહેલાં નગ્ન કર્યા, પછી ગામના લોકોએ જ જાહેરમાં કર્યો યુવતી પર ગેંગરેપ, લોકોએ બનાવ્યો વીડિયો

કટિહારઃ બિહારના કટિહાર જીલ્લામાં એક હૃદયદાવક ઘટના બની હોવાનું સામે આવ્યું. અહીં એક પંચાયત દ્વારા માનવતાને શર્મસાર કરવાની ઘટના બની છે. અહીં રંગેહાથ પકડાયેલા પ્રેમી કપલ માટે ગામવાસીઓએ તાલિબાની આદેશ જાહેર કર્યો હતો. ઘટના ડંડખોરા પોલીસ સ્ટેશન વિસ્તારના કેલાબાડી ગામના આદિવાસી ટોલાની છે. જ્યાંનો વીડિયો અને તસવીરો વાઈરલ થઈ રહ્યાં છે.

આ છે સંપૂર્ણ ઘટના
આ ઘટના તે સમયની છે જ્યારે બાજુના ગામનો પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા રાતે કાલીબાડીના આદિવાસી ટોલા ખાતે પહોંચ્યો હતો. ગામવાસીઓને આ અંગે પહેલાથી જ શંકા હતી. તેઓ બંનેને પકડવાની તૈયારીમાં જ હતા અને પછી તેમની પર તૂટી પડ્યા. આ કપલને બાંધી રાખી આખી રાત તેમની ધોલાઈ કરી.

સવારે બંનેનું મુંડન કરાવી આખા ગામમાં ફેરવ્યા. આટલે જ સંતોષ ના મળતા પ્રેમી કપલને નગ્ન કરી તેમના પ્રાઈવેટ પાર્ટ્સને લોખંડની ગરમ રૉડ વડે ડામ આપ્યા. આ ઉપરાંત તેમણે રેપની તસવીર પણ બનાવી હતી.

આટલું કર્યા બાદ પંચાયતે દંડ પણ ફટકાર્યો
ગામવાસીઓ દ્વારા યુવતી સાથે ગેંગરેપ કરાયા બાદ ત્યાં હાજર લોકોએ મોબાઈલમાં આ ગેંગરેપનો વીડિયો પણ બનાવ્યો હતો જેથી તેને વાઈરલ કરી શકાય. આટલે ના અટકતા પંચાયતે કપલ પર 50 હજારનો દંડ પણ ફટકાર્યો. પીડિત પક્ષના લોકોએ 50 હજાર રૂપિયા આપી બંનેનો જીવ બચાવ્યો હતો.

પીડિત યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આદિવાસીઓનો આ તાલિબાની ફરમાન માણસાઈની હદ વટાવનાર છે. આ મામલે પોલીસે વાઈરલ વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે અને ટૂંકસમયમાં તમામની ધરપકડ કરવામાં આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page