Only Gujarat

Bollywood FEATURED

સેલેબ્સની બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ સિસ્ટર્સ જોઈને કહ્યો, વાહ, બાકી બહેનોનો તો વટ પડે છે હો!

મુંબઈઃ બોલિવૂડના જાણીતા એક્ટર-એક્ટ્રેસ અને તેમના ફિલ્મી કરિયર અંગે તો આપણે બધા જાણીએ જ છીએ. પરંતુ સુપરહિટ એક્ટર-એક્ટ્રેસિસની બહેનોને વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. આજે અમે તમારી સમક્ષ સેલિબ્રિટીઝની બહેનો વિશે જણાવી રહ્યાં છીએ જે જોઈને તમે પણ કહેશો કે- બોલિવૂડ સેલેબ્સની બહેનોનો તો વટ છે બાકી.

ઈશિતા અડવાણીઃ બોલિવૂડની ક્યૂટ એક્ટ્રેસમાંથી એક કિઆરા અલી અડવાણીની બહેન છે ઈશિતા અડવાણી. ઈશિતાની તાજેતરમાં જ સગાઈ થઈ છે. જે કિઆરાની ઘણી નિકટ છે. 20 નવેમ્બરે ઈશિતાએ પોતાનો જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો અને તે સંબંધિત તસવીરો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી, જે વાઈરલ થઈ રહી છે.

ખુશી કપૂરઃ એક્ટ્રેસ જાહન્વી કપૂરની નાની બહેન છે ખુશી કપૂર. હાલ તે ન્યૂયોર્કમાં એક્ટિંગનો કોર્સ કરી રહી છે. તે વહેલી તકે સિલ્વર સ્ક્રિન પર જોવા મળી શકે છે.

રંગોલી ચંદેલઃ બોલિવૂડની ટોચની એક્ટ્રેસ કંગના રનૌતની બહેન છે રંગોલી ચંદેલ. રંગોલી ના માત્ર કંગનાની બહેન છે પરંતુ તેની મેનેજર પણ છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી રંગોલી બહેન કંગનાની જેમ બોલિવૂડના ઘણા લોકો સાથે બાખડતા જોવા મળે છે.

અનીશા પાદુકોણઃ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની નાની બહેન અનીશા એક પ્રોફેશનલ ગોલ્ફ પ્લેયર છે અને તેણે ઘણી ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સમાં ભારતનું નામ રોશન કર્યું છે. અનીશા દીપિકા કરતા 5 વર્ષ નાની છે.

કૃતિકા તિવારીઃ તે એક્ટર કાર્તિક આર્યનની બહેન છે. બંને ભાઈ બહેન ઘણા વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે અને તે વાઈરલ થતા રહે છે, જેમાંથી એક વીડિયો અંગે વિવાદ થતા તે એક્ટરે હટાવી દીધો હતો. કૃતિકા એક ડૉક્ટર છે.

You cannot copy content of this page