Only Gujarat

National

નેતાને જાહેરમાં લાફો ચોડી દેનાર SDM પ્રિયા વર્મા કોણ છે ? હાલ જ ઓળખો

સોશિયલ મીડિયા પર ઘણાં પોલીસકર્મીઓ છવાયેલા રહે છે. ઘણીવાર તો ઉત્તર પ્રદેશમાં એન્કાઉન્ટરને લીધે પોલીસકર્મીના ફોટો ચમકતા રહે છે. ઘણીવાર તો સારા નેતાને લાફો ચોડી દેવાને લીધે પોલીસકર્મીઓ ચર્ચામાં રહે છે. ઉત્તર પ્રદેશમાં જાન્યુઆરી 2020માં એક એવો જ કાંડ થયો હતો. જેમાં SDM પ્રિયા વર્માએ એક ભાજપના નેતાને લાફો ચોડી દીધો હતો.

પ્રિયા વર્માના ફોટો એક સમયે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયા હતાં. જાન્યુઆરી 2020માં પ્રિયા વર્માના ફોટો વાઇરલ થવાનું કારણ હતું થપ્પડ કાંડ. તે દરમિયાન CAAના સમર્થન અને વિરોધમાં દરેક જગ્યાએ પ્રદર્શન ચાલી રહ્યા હતાં.

CAA-NRC અંગે તે સમયે ભારતમાં ખૂબ જ પ્રદર્શન થતાં હતાં. એક તરફ એવા લોકો હતો જે તેનો વિરોધ કરી રહ્યા હતાં. તો એક તરફ એવા લોકો હતાં જે તેનું સમર્થન કરી રહ્યા હતાં. ગત વર્ષે CAAના કાયદાના વિરોધમાં હિંસા થઈ હતી જેમાં ઘણાં લોકોના જીવ જતાં રહ્યા હતાં.

સરકરા સાથે પોતાનું સમર્થન બતાવવા માટે ઘણાં સમર્થકોએ CAAને સમર્થન માટે પણ પ્રદર્શન કર્યું હતું. પ્રિયા વર્મા એક એવા પ્રો CAA પ્રદર્શન કરતાં ભાજપના નેતાને જાહેરમાં લાફો ચોડી દીધો હતો. તો અમે તમને જણાવીએ કે, પ્રિયા વર્મા કોણ છે અને અત્યારે તે કેમ ચર્ચામાં છે?

મધ્યપ્રદેશમાં ઇન્દોરના મંગાલિયા ગામની રહેવાસી પ્રિયા વર્મા યુવાવસ્થામાં જ ડીએસપી બની ગઈ હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે, જ્યારે ડીએસપીનો કાર્યભાર સંભાળ્યો હતો તે સમયે તેમની ઉંમર માત્ર 21 વર્ષ હતી. પ્રિયાનું પહેલું પોસ્ટિંગ જેલર તરીકે થયું હતું. વર્ષ 2015માં પ્રિયા ડિએસપી બની હતી.

વર્ષ 2017માં પ્રિયા વર્માએ બીજીવાર પરીક્ષા આપી અને તેમણે ચોથો નંબર મેળવ્યો હતો અને તે ડેપ્યુટી કલેક્ટર બની ગઈ હતી. પણ 2020માં થપ્પડ કાંડ પછી સોશિયલ મીડિયા પર પ્રિયાને સસ્પેન્ડ કરવાની માગ ઊભી થઈ હતી.

પ્રિયા વર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પ્રિયા વર્મા અત્યારે પોતાના લગ્નને લીધે ચર્ચામાં છે.

પ્રિયા વર્માએ ડીએસપી આશીષ પટેલ સાથે લગ્ન કર્યા છે.

પ્રિયા વર્માએ પોતાના લગ્નના ફોટો ફેસબુક પર શેર કર્યા છે.

તેમના લગ્નના ફોટો પર 40 હજારથી વધુ લોકોએ લાઇક કર્યા છે. 5 હજારથી વધુ ફેસબુક યૂઝર્સ કોમેન્ટ્સ પણ કરી છે. પ્રિયા વર્માના પતિ આશિષ પટેલે પણ પોતાના લગ્નના ફોટો શેર કર્યા છે.

You cannot copy content of this page