રાત્રે ઘરે આવેલા પતિએ દરવાજો ખોલ્યો, સામેનું દૃશ્ય જોઈ આંખો બંધ કરી લીધી, પછી આવ્યો ખોફનાક અંજામ

પતિ-પત્નીના સંબંધોને શર્મશાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને પતિની ઘાતકી હત્યા કરી નાખી હતી. મહિલાનું ગામના જ એક યુવક સાથે 10 વર્ષથી અફેર ચાલતું હતું. એક પતિ રાત્રે પત્ની અને તેના પ્રેમીને રંગરેલિયા મનાવતા જોઈ ગયો હતો. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પતિએ પત્નીના ભાઈ અને પિતાને આ કરતૂતની વાત કરી દેવાની ધમકી આપી હતી. પોતાનું અફેર છૂપાવવા પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢી નાખ્યું હતું. એટલું જ નહીં લાશને સાફ કરી સામાન્ય મોત દેખાડવાની કહાની ઘડી હતી.

આ હીચકારો બનાવ મધ્યપ્રદેશના બૈતૂલ જિલ્લામાં બન્યો હતો. પોલીસને સૂચના મળી હતી કે કછાર નામના ગામમાં ઓમપ્રકાશ રાવ નામના યુવાનની લાશ મળી છે. પોલીસ જ્યારે ગામમાં પહોંચી તો ખબર પડી કે પરિવારજનોએ લાશને ઘટનાસ્થળથી ઘરે લાવી નવરાવી-ઘોવરાવી નાખી હતી. પોલીસને શંકા જતાં બધાને બોલાવી પૂછપરછ કરી હતી. જેમાં યુવકની પત્નીએ અનસુઈયા જણાવ્યું હતું કે કોઈ અજ્ઞાત વ્યક્તિએ તેની હત્યા કરી નાખી હતી.

 

રાત્રે પત્નીને પ્રેમિકા સાથે આપત્તિજનક અવસ્થામાં જોઈ ગયો
પોલીસે કડક પૂછપરછ કરતાં પત્ની ભાંગી પડી હતી અને તેણે બધી હકીકત પોલીસને જણાવી હતી. અનસુઈયાએ જણાવ્યું હતું કે તેનું રામવિલાસ યાદવ નામના યુવક સાથે છેલ્લાં 10 વર્ષથી અફેર ચાલી રહ્યું છે. ગત 16 ફેબ્રુઆરીના રોજ ગામમાં એક લગ્ન હતા. આ લગ્નમાંથી પતિ રાત્રે 12.30 વાગ્યે ઘરે આવ્યો તો તેમે પત્નીને રામવિલાસ સાથે પત્નીને આપત્તિજનક અવસ્થામાં જોઈ લીધી હતી.

પત્નીએ મોઢું દબાવ્યું પ્રેમી ચાકુ લઈને તૂટી પડ્યો
અનસુઈયાએ જણાવ્યું કે પતિ ઓમપ્રકાશે તેને ધમકી આપી હતી કે આ કરતૂતની તેના પિતા અને ભાઈને વાત કરી દેશે. વિવાદ પછી પ્રેમી રામવિલાસ પોતાના ઘરે અને પતિ ખેતર પર ચાલ્યો ગયો હતો. રાત્રે 2.30 વાગ્યે અનસુઈયા તેના પ્રેમી રામવિલાસ સાથે ખેતર પર પહોંચી હતી. જ્યાં ખાટલા પર સૂતેલા પિતાનું તેણે કપડાંથી મોંઢું ઢાંકી દીધું હતું. અને રામવિલાસે ઉપરા ઉપરી ચાકુના વાર કર્યા હતા. થોડીવારમાં પતિનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.

સવારે રડીને મોતના સમાચાર ફેલાવી નાટ કર્યું
સવારે અનસુઈયઆએ બાળકોને એવું કહીને ખેતરે મોકલ્યા હતા કે ઘણો ટાઈમ થઈ ગયો તમારા પપ્પા નથી આવ્યા તો જોઈ આવો. બંને બાળકોએ ખેતરે જઈને પિતાની લાશ જોઈ. પાછા આવીને માતાને ઘરે વાત કરી. ત્ચાર બાદ અનસુઈયા રામવિલાસને લઈને ખેતરે પહોંચી હતી. ત્યાંથી રડતાં રડતાં લાશને ઘરે લાવી હતી. તેમણે લાશન નવડાવી-ધોવાવી સાફ કરી હતી. એટલું જ નહીં ગામમાં તેના મોતના સમાચાર ફેલાવી દીધા. ગામના લોકોએ આવીને જોયું તો પાસે પડેલા કપડામાં લોહી જોવા મળ્યું. આથી તેમણે પોલીસને સૂચના આપી હતી. બાદમાં આ પત્નીનું કારસ્તાન બહાર આવ્યું હતું.

You cannot copy content of this page