Only Gujarat

National

મફતના ભાવે હવે ઘરે બેઠાં જ ઓનલાઈન આ એપમાંથી ટામેટાનો આપો ઓર્ડર

સરકાર બાદ હવે ખાનગી કંપનીઓ પણ ટામેટાના રેકોર્ડબ્રેક ભાવથી સામાન્ય લોકોને રાહત આપવા આગળ આવી છે. સરકાર દ્વારા પહેલાથી જ ઘણા શહેરોમાં લોકોને સસ્તા ભાવે ટામેટાં આપવામાં આવી રહ્યા છે. હવે ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરીને સસ્તામાં ટામેટાં ખરીદવાનું શક્ય બન્યું છે. આ માટે પેટીએમે ONDC અને NCCF સાથે પાર્ટનરશિપ કરી છે.

આટલા વધ્યા ટામેટાના ભાવ
અત્યારે મોટાભાગની જગ્યાઓ પર રિટેલ બજારમાં ટામેટાં 100 રૂપિયા પ્રતિ કિલોથી વધુના ભાવે મળી રહ્યા છે. કેટલીક જગ્યાએ તેની કિંમત 250 રૂપિયા પ્રતિ કિલો કરતા પણ વધારે છે. આવી સ્થિતિમાં રાહત દરે ટામેટાં મળવાથી સામાન્ય લોકોને ઘણી રાહત મળી રહી છે. જોકે, મુશ્કેલી માત્ર એ છે કે રાહત દરે ટામેટાં ખરીદવાની સુવિધા દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી.

પેટીએમે કરી આ નવી પાર્ટનરશિપ
પેટીએમ ઈ-કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ (PEPL)એ દિલ્હી-NCRમાં 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવા માટે ONDC અને NCCF સાથે પાર્ટનરશિપ કરી છે. આ સાથે હવે દિલ્હી-NCRના રહીશો પેટીએમ એપથી પણ સસ્તા ભાવે ટામેટાં ખરીદી શકશે. વ્યક્તિને 70 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે માત્ર 2 કિલો ટામેટાં ખરીદવાની સુવિધા મળશે.

દિલ્હી-એનસીઆરમાં લાગી રહ્યા છે મોબાઈલ સ્ટોલ
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર વતી સહકારી મંડળીઓ, નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન એટલે કે NCCF અને નેફેડ પહેલાથી જ દિલ્હી-NCR સહિત કેટલાક શહેરોમાં મોબાઈલ વાન દ્વારા છૂટક ગ્રાહકોને સસ્તા ભાવે ટામેટાં વેચી રહી છે. ઓએનડીસીએ આ સપ્તાહથી જ સસ્તા ભાવે ટામેટાંનું ઓનલાઈન વેચાણ શરૂ કર્યું છે.

ઓફલાઇન પણ કિંમતોમાં ઘટાડો કરાયો
દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદમાં ઘણી જગ્યાએ લોકો મોબાઈલ વાન દ્વારા સસ્તામાં ટામેટાં ખરીદી રહ્યા છે. અગાઉ આ સ્ટોલ પર 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં મળતા હતા જે હવે ઘટાડીને 70 રૂપિયા પ્રતિ કિલો કરી દેવામાં આવ્યા છે. તેનો લાભ મહત્તમ લોકો સુધી પહોંચાડવા માટે રાહત દરે ઓનલાઈન વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઘરેથી ખરીદી કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
જો તમે પણ ONDCમાંથી સસ્તા ભાવે ટામેટાં ખરીદવા માગતા હોવ તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. તમે સીધા ONDCથી ટામેટાં મગાવી શકો છો. આ પાર્ટનરશિપ પછી આ સુવિધા પેટીએમ એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ થશે. ઓર્ડર આપ્યા પછી તમને બીજા દિવસે ડિલિવરી મળશે. એટલે કે તમે આજે ઓર્ડર કરશો તો તમને આવતીકાલે ડિલિવરી મળશે. તમે 2 કિલોથી વધુનો ઓર્ડર આપી શકતા નથી.

You cannot copy content of this page