Only Gujarat

FEATURED National

15 લાખની નોકરીને ઠોકર મારી પિતાનું સપનું પૂરું કરવા બન્યા IPS, હવે કહી એવી વાત કે…

પટનાઃ યુવા IPS ઓફિસર સુકીર્તિ માધવ મિશ્ર અત્યારે ચર્ચામાં છે. દેશના અનેક IPS સોશિયલ મીડિયામાં તેમનો સપોર્ટ કરી રહ્યાં છે. બાળપણથી સિવિલ સર્વિસમાં જવાનું સપનું જોતાં સુકીર્તિએ વર્ષે 15 લાખ રૂપિયાની સેલેરીની નોકરી છોડી હતી. આજે જ્યારે લૉકડાઉન છે ત્યારે તેમને લખેલા શબ્દો લોકોની તાકાત બની ગયા છે. આજે અમે તમને જણાવીએ યુવા IPS ઓફિસર વિશે..

મૂળ બિહારના જમુઈ જિલ્લાના મલયપુર ગામના સુકીર્તિએ સરકારી સ્કૂલમાં શિક્ષણ લીધું છે. ઘરમાં તેમને ચંદન કહીને બોલાવવામાં આવે છે. તેમના પિતા કૃષ્ણકાંત મિશ્ર જૂનિયર હાઇસ્કૂલમાં ટીચર અને મા કવિતા મિશ્ર હાઉસવાઇફ છે.

ગામની સરકારી સ્કૂલથી શિક્ષણ કર્યા પછી તેમણે ગ્રેજ્યુએશન ભૂવનેશ્વર યૂનિવર્સિટીમાંથી કર્યું છે. વર્ષ 2010માં MNIT દુર્ગાપુરથી MBA કર્યા પછી તે કોલ ઇન્ડિયામાં મેનેજર તરીકે નોકરી કરતાં હતા.

પિતાના કહેવાથી જોબ છોડી IPS બન્યા: સુકીર્તિએ એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, હું આજ સુધી નોકરી કરતો હતો, મારું સપનું સિવિલ સર્વિસ કરવાનું હતું. હું કોલ ઇન્ડિયામાં મેનેજર પદ પર કામ કરતી વખતે મને સંતોષ હતો. જ્યારે પિતાએ કહ્યું કે, તેમનું સપનું છે કે સમાજ સેવા માટે IPS ઓફિસર બનુ ત્યારે મેં તે વિશે વિચાર્યું.

સવારે નોકરી અને રાત્રે IPSની તૈયારી કરતા હતાં: જ્યારે લગભગ નોકરીના 2 વર્ષ થઈ ચૂક્યા હતા. ત્યારે પહેલાં તો તેમને સિવિલ સર્વિસ વિશે જાણવાનું શરુ કર્યું અને પછી નોકરી કરતાં કરતાં તૈયારી કરવાનું શરૂ કર્યું હતું.

બે વર્ષ સખત મહેનત કર્યા પછી 2014માં સુકિર્તીએ સિવિલ સર્વિસ માટે પહેલી પરીક્ષા આપી અને પહેલાં જ પ્રયત્ને તેમનું સિલેક્શન થઈ ગયું. પણ ત્યારે તેમને IRS કેડર મળ્યું હતું, જેને છોડી તેમણે ફરી તૈયારી કરી અને બીજા પ્રયત્ને વર્ષ 2015-16માં IPS કેડર મળ્યું હતું.

આ રીતે અત્યારે ચર્ચામાં છે: અત્યારે વારાણસીમાં એસપી સુરક્ષાની ડ્યૂટી પર તહેનાત IPS સુકિર્તી માધવે પોતાની કવિતા લેખનની કળાથી દેશભરમાં ખાખી વરદીવાળાને ઇમોશનલ કરી દીધા છે. તેમને લખેલી કવિતા ‘મૈં ખાખી હું’ પોલીસમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ટ્વિટર પર અત્યાર સુધી અનેક IPS ઓફિસર તેને શેર પણ કરી ચૂક્યા છે. સાથે જ દેશમાં પણ આ કવિતા ખૂબ જ પોપ્યુલર થઈ રહી છે.

જમ્મુ કાશ્મીરના પોલીસ અધિકારી ઇમ્તિયાઝ હુસૈને આ કવિતા તેમના ટ્વિટર પર શેર કરતા સાડા સાત હજાર લોકોએ તેને લાઇક કરી હતી. કમિશ્નર વિશ્વાસ નાંગરે પાટિલની અવાજમાં આ કવિતા શેર કરી હતી.

ટ્વિટર પર પોતાની કવિતા વિશે સુકીર્તિએ લખ્યું કે, મારી આ કવિતા તે દરેક વ્યક્તિને સમર્પિત છે, જે મુશ્કેલ સમયમાં દેશ માટે કંઈક કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સુકીર્તિ માધવે મેરઠમાં પોતાના પહેલાં પોસ્ટિંગ દરમિયાન આ કવિતા લખી હતી. પણ લૉકડાઉનમાં તેમની આ કવિતા ખૂબ લોકોને પસંદ આવી રહી છે. ખાસ તો પોલીસ આ કવિતાને ખૂબ જ શેર કરી રહ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page