Only Gujarat

National

શોકિંગ ક્રાઇમઃ એક વર્ષની પુત્રીની હત્યા કરી લાશને પતિ સામે રાખી છત પરથી મારી છલાંગ

ભોપાલ: સામાન્ય ઝઘડા બાદ એક મહિલાએ પોતાની એર વર્ષની દીકરીની ગળું દબાવી હત્યા કરી નાખી. બાદમાં બાળકીની લાશને પતિના રૂમની બહાર રાખી પોતે છત પરથી મોતની છલાંગ લગાવી દીધી. આ ચોંકાવનારી ઘટના ગુરુવાર 23 તારીખે ભોપાલના બેરાગઢમાં બની હતી. એવું તે શું બન્યું હતું કે એક માતા નિર્દય બની અને પોતે પણ આપઘાત કરી લીધો જે અંગે પોલીસટીમ હાલ તપાસ કરી રહી છે. બેરાગઢ પોલીસ સ્ટેશન પ્રભારી શિશુપાલ સિંહ કુશવાહે જણાવ્યું કે મનોજ યાદવ પુણે સ્થિત આઇબીએમ કંપનીમાં સોફ્ટવેયર એન્જિનિયર છે. લોકડાઉનના કારણે તે હજુ અહીં રોકાયેલા છે. તેમનું ઘર બેરાગઢ સ્થિત સર્વોદય કોલોની સીટીઓમાં છે. ગુરુવારે તેમની પત્ની અર્ચના યાદવે પોતાની માસૂમ દિકરી નિક્કીની હત્યા બાદ આપઘાત કરી લીધો.

મનોજ અને અર્ચનાના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તે પોતાની દિકરીની સાથે પુણેમાં રહે છે. તે હોળી મનાવવા ભોપાલ પોતાના ઘરે આવ્યા હતા ત્યારે લોકડાઉનના કારણે અહીં ફંસાઇ ગયા અને પુણે જઇ શક્યા ન હતા. અહીં મનોજના માતા-પિતા, નાનો ભાઇ, ભાઇની પત્ની અને ભાણેજ રહે છે. મનોજે જણાવ્યું કે ગુરુવાર બપોરે અંદાજે 3 વાગ્યે તે ફર્સ્ટ ફ્લોર સ્થિત પોતાના રૂમમાં ઓનલાઇન કામ કરી રહ્યો હતો ત્યારે અર્ચનાએ દરવાજો ખખડાવ્યો હતો. જેવો દરવાજો ખોલ્યો તો જોયું કે અર્ચના નિક્કીને જમીન પર રાખી અને ભાગીને છત પરથી કુદી ગઇ.

મનોજે પોતાની બાળકીને લઇને તુરંત બેરાગઢ હોસ્પિટલ પહોંચ્યો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ દરમિયાન મનોજને જાણવા મળ્યું કે અર્ચના છત પરથી કુદી ગઇ છે અને તેનું મૃત્યુ થઇ ગયું છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે બાળકીનું મૃત્યુ ગળેટૂંપો દેવાથી થયું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકીનું તકીયાથી ગળું દબાવવામાં આવ્યું છે. મનોજે કહ્યું કે અર્ચના છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતી. તે નાની-નાની વાત પર નારાજ થઇ જતી હતી. પુણેમાં પણ અનેક વખત તેનો આવો વ્યવહાર જોવા મળ્યો હતો.

ગુરુવારે પણ કોઇવાત પર દંપતી વચ્ચે બોલાચાલી થઇ હતી તો અર્ચનાએ ગુસ્સામાં કહ્યું કે તે બાળકીને મારી પોતાનો જીવ આપી દેશે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મનોજ થોડા સમય પહેલા જ ગામ આવ્યો હતો. અર્ચના આ વાતથી નારાજ હતી. મનોજની માતા કાંતા યાદવે આ વાતની પુષ્ટી કરી છે.

You cannot copy content of this page