Only Gujarat

FEATURED National

પ્રેમિકાને મનાવવા માટે કર્યું ખતરનાક નાટક અને કલ્પનામાં પણ ના હોય તેવું બન્યું..!

બારાબંકીઃ ઉત્તરપ્રદેશના બારાબંકીમાં નારાજ ગર્લફ્રેન્ડને મનાવવા માટે પ્રેમીએ ફાંસી પર લટકી જવાનું નાટક કર્યું. પ્રેમી હોટલનના રૂમમાં પ્રેમિકાના દુપટ્ટાથી જ ફંદો બનાવીને ફાંસી પર લટકી જવાનું નાટક કરતો હતો. જો કે આ સમયે યુવકનો હાથ સરકી ગયો અને ફાંસીના ફંદા પર તે લટકી ગયો અને થોડી સેકન્ડમાં જ તેનું મોત થઇ ગયું.

ઘટના ઉત્તરપ્રદેશના બારાબંકીના છાયા ચોક ઉજાલા ચોકની છે. મૃતક યુવક રામનગર વિસ્તારના કપ ભૈસુરિયા ફતેહુલ્લાહપુરનો રહેવાસી હતો. હોટલના મેનેજર વિમલે જણાવ્યું કે, મૃતક સુનિલ આરૂષી નામની યુવતીને લઇને બપોરે ત્રણ વાગે હોટલમાં આવ્યો હતો. સુનિલે આરૂષીને તેમની બહેન હોવાનું જણાવ્યું હતું. સુનીલે જણાવ્યું હતુ કે,”તેમની બહેનની તબિયત ખરાબ છે અને હોસ્પિટલમાં તબિયત બતાવવા માટે આવ્યા છીએ. આ વાત કરીને બંને રૂમમાં જતાં રહ્યાં.

હોટલમાં હડકંપ ત્યારે મચી ગઇ જ્યારે આરૂષી રૂમમાં ચીસો પાડતી રિસેપ્શન પર પહોંચી અને સુનીલે ફાંસી લગાવી લીઘી હોવાની વાત કરી. ઘટનાની જાણ થતાં જ હોટલના મેનેજર વિમલ અને અન્ય સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા. હોટલના સ્ટાફ જઇને જોયુ તો સુનીલ યુવતીના દુપટ્ટાના ફંદાથી છતની કડીમાં લટકી ગયો હતો. જો કે સુનિલને બચાવવા માટે હોટલના સ્ટાફે તાત્કાલિક સુનિલને નીચે ઉતાર્યો પરંતુ ત્યાં સુધીમાં સુનિલનું મોત થઇ ગયું હતું.

હોટલના મેનેજરે ઘટનાની જાણ બારાબંકી પોલીસને કરીને. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને યુવતી સહિત હોટલના સ્ટાફની પૂછપરછ કરી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે. આરૂષી અને સુનિલનો છેલ્લા પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો. જો કે થોડા સમયથી આરૂષી નારાજ હતી. તેને મનાવવા માટે તે આરૂષીને હોટલમાં લઇને આવ્યો હતો.

 


જ્યારે ખૂબ પ્રયાસ બાદ પણ આરૂષી માની નહી તો સુનિલે યુવતીના દુપટ્ટાથી ફંદો બનાવીને છતની કડીમાં લગાવીને ગરદન પર ફંદાને લગાવી દીધો અને આરૂષીને મનાવવા માટે જીવ આપી દેવાની વાત કરવા લાગ્યો જો કે આટલું કર્યા બાદ આરૂષિ ન માની તો વધુ નાટક કરતા તેનો હાથ સરકી ગયો અને તે ફંદોમાં લટકી ગયો. જો કે આરૂષિ તાબડતોબ હોટેલના સ્ટાફને બોલાવ્યો પરંતુ ત્યાં સુધીમાં સુનિલની મૃત્યુ થઇ ગયું હતું.

બારાબંકીના એસપી અરવિંદ ચતુર્વેદી મેહરે જણાવ્યું કે, “હોટલના માલિકના ફોન બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને લાશને કબ્જે કરીને પીએમ માટે મોકલી. મૃતક યુવક સુનિલ આરૂષિને પ્રેમ કરતો હતો. બંને બાળપણના મિત્રો હતા. પાંચ વર્ષથી બંને વચ્ચે પ્રેમસંબંધ હતા. જો કે થોડા સમયથી આરૂષિ કોઇ કારણસર તેના પ્રેમી સુનિલથી નારાજ હતી. તેને મનાવવા માટે તે હોટલમાં આવ્યો હતો અને ફાંસીનું નાટક કરી રહ્યો હતો.”

“જો કે આ સમયે તેનો હાથ સરકી ગયો અને ફાંસીના ફંદામાં આખું શરીર લટકી જતાં આખરે તેમનું મોત થઇ ગયું. સુનિલ મસૌલીથી આઇઆઇટી કરતો હતો અને આરૂષિ પણ અન્ય જગ્યાએથી આઇઆઇટી કરી રહી હતી.” પરંતુ નારાજ ગર્લફ્રેન્ડ મનાવવાની કોશિશમાં સુનિલ હંમેશા માટે નારાજ થઇ ગયો… અને અલવિદા કહી ગયો..

You cannot copy content of this page