Only Gujarat

FEATURED National

સેનેટાઈઝરથી હાથ ધોઈને મંદિરમાં પ્રવેશ કરવા સામે પૂજારીએ ઉઠાવ્યો વાંધો

કેન્દ્ર સરકારની કેટલીક શરતો સાથે 8 જુનથી ધાર્મિક સ્થળો ખોલવાને લઇને ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ભોપાલમાં એક પુજારીએ મંદિરમાં સેનિટાઇઝરનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. માં વૈષ્ણો ધામ આદર્શ નૌદુર્ગા મંદિરના વ્યવસ્થાપક પંડિત ચંદ્રશેખર તિવારીએ કહ્યું કે સેનેટાઇઝરમાં આલ્કોહોલ હોય છે. તેનાથી હાથમાં લીધા બાદ મંદિરમાં પ્રવેશ કરવો ભારતીય સંસ્કૃતિ અનુસાર યોગ્ય નથી. આ સંબંધમાં તે ગૃહમંત્રીને એક જ્ઞાપન પણ સોંપશે જેથી મંદિરમાં સેનેટાઇઝરનો ઉપયોગ ન થાય.

પુજારીએ કહ્યું કે મંદિરની પવિત્રતા રહેશે નહીં. એવામાં આ શાસનની જવાબદારી છે કે તેઓ મંદિરોમાં હાથ ધોવા માટે અન્ય કોઇ વિકલ્પની વ્યવસ્થા કરે. પુજારીએ દૈનિકા ભાસ્કર સાથે ચર્ચામાં કહ્યું કે 8 જુનથી મંદિરોના પટ તમામ લોકો માટે ખોલવામાં આવશે. શાસનની ગાઇડલાઇનનું મંદિર સમિતિ પાલન કરશે પરંતુ મંદિરોમાં સેનેટાઇઝરના ઉપયોગ બાદ પ્રવેશ કરવાની મંજુરી કોઇને પણ આપવામાં આવશે નહીં. મંદિરોમાં દારૂનું સેન કરી પ્રવેશ ન કરવામાં આવશે. એવામાં આલ્કોહોલથી હાથ ધોઇ ભગવાનને પ્રણામ કરવા અથવા પ્રસાદ ગ્રહણ કરવો યોગ્ય નથી.

શાસનના નિર્દેશ અનુસાર મંદિરમાં પ્રસાદનું વિતરણ નહીં કરવામાં આવશે. તિવારીએ કહ્યું શાસનની આ શરતનો અમે વિરોધ કરીએ છીએ. ભગવાનને રોજ ભોગ લાગે છે. એવામાં ભક્ત જો પ્રસાદ નહીં લે તો પ્રસાદનું અપમાન થશે. તેઓએ સરકારને સવાલ કર્યો કે જ્યારે બીજાના હાથથી બનેલું ખાવું અને અન્ય સામાન લેઇને ભોગ ઘરે જ ખાઇ શકે છે તો પ્રસાદ ભક્તોને આપવો કોરોના ફેલવાનું માધ્યમ કેવી રીતે બની જશે ?.

ભોપાલના મુખ્ય મંદિરોને ખોલવા માટે સમિતિઓ અને પુજારીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. કરુણાધામ મંદિરમાં સેનેટાઇઝર યુક્ત ગેટ લગાવવામાં આવ્યો છે. સાથે જ પ્રસાદ માટે અલગથી બારી બનાવવામાં આવી છે. તેનાથી પેકેટ બંધ પ્રસાદ ભક્તોને આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

તો આ તરફ ગુફા મંદિરમાં ભક્તોના આવવા જવાની અલગ વ્યવસ્થા સાથે જ એક સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે અલગથી લોકોને લગાવવામાં આવી રહ્યાં છે. સાથે જ મંદિરમાં પુજારી અને ભક્તો વચ્ચે કોઇ પ્રકારનો સંપર્ક થઇ શકશે નહીં.

આ તરફ સરકારના નિર્દેશ બાદ તમામ મંદિરોમાંથી ઘંટડી હટાવી લેવામાં આવી છે. આ સિવાય લોકો વધુ સમય સુધી મંદિરમાં ન રોકાઇ તે માટે બેઠક વ્યવસ્થાને પણ હાલ બંધ કરી દેવામાં આવી છે. મંદિરમાં ભક્તો માત્ર દર્શન માટે જ આવી શકશે. પુજાથી લઇને પ્રસાદ અને ફૂલ ચઢાવવાથી લઇને અગરબત્તી સુધી બધામાં પ્રતિબંધ રહેશે.

You cannot copy content of this page