Only Gujarat

National

ગેસ કનેક્શન લેતાં જ 50 લાખ રૂપિયાનો મળે છે વીમો, જાણો કેવી રીતે કરવો ક્લેમ

થોડા દિવસ પહેલા ઉત્તરપ્રદેશના પ્ર.યાગરાજમાં એક ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઇ હતી. સિલિન્ડર બ્લાસ્ટનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે. બ્લાસ્ટનો વીડિયો જોઇને અંદાજ લગાવીી શકાય છે કે, સિલિન્ડરથી લાગેલી આગ કેટલી ભંયકર હોય છે. અચાનક થયેલા આ બ્લાસ્ટના કારણે બહુ મોટું નુકસાન થયું. આવી દુર્ઘટનાથીી બચવા માટે એ જાણવું જરૂરી છે કે એલપીજીનો ઉપયોગ કરતી વખતે શું સાવધાની રાખવી જોઇએ. આ સાથે એ જાણવું પણ જરૂરી છે કે, એલપીજી લીંક કે બ્લાસ્ટ થયા બાદ એક ગ્રાહક હોવાના કારણે આપનો શું અધિકારી છે.

એલપીજી એટલે રસોઇ ગેસ કનેક્નશન લેવા માટે પેટ્રોલિયમ કંપનીઓ ગ્રાહકને પર્સનલ એક્સિડન્ટ કવર ઉપલબ્ધ કરાવે છે. 50 લાખ રૂપિયાા સુધીનું આ ઇશ્યોરન્સ એલપીજી સિલિન્ડરથી ગેસ લીકેજ અથવા બ્લાસ્ટ જેવી દુર્ઘટનામાં આર્થિક મદદના રૂપે આપે છે. આ વીમા માટે પેટ્રોલિયમ કંપનીની વિમા કંપની સાથે ભાગીદારી હોય છે. હાલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓયલ, ભારત પેટ્રોલિયમના રસોઇ ગેસ કનેકશનન પર ઇન્સ્યોરન્સ ICICI લોમ્બાર્ડના માધ્યમથી મળે છે.

ડીલરની હોય છે જવાબદારી
જો આપનો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ કે લીકેજ હોય તો તેની જવાબદારી ડીલરની અને કંપનીની હોય છે. લગભગ 16 વર્ષ પહેલા થયેલી દુર્ઘટનામાં નેશનલ કન્ઝ્યુમર ફોરમે આ પ્રકારનો આદેશ આપ્યો હતો. જે હાલ પણ લાગૂ છે. નેશનલ કન્ઝ્યુમર ફોરમે તેના નિર્ણયમાં જણાવ્યું હતું કે, માર્કેટિંગ ડિસ્પ્લિન ગાઇડલાઇન્સ 2014 ફોર એલપીજી ડિસટ્રીબ્યુશન હેઠળ જો ડીલરે ડીફેક્ટિવ સિલિન્ડર સપ્લાય કર્યો તો તે તેમની જવાબદારી ફરિયાદી પર નથી નાખી શકતો. ગાઇડ લાઇન મુજબ ડીલરે જ ચેક કરીને સિલિન્ડર સપ્લાય કરવાનો નિયમ છે.

એલપીજી સિલિન્ડરના કારણે થયેલી દુર્ઘટનામાં આર્થિક સહાય દર કલાકે દેણદારીી 50 લાખ રૂપિયા અને પ્રતિ વ્યક્તિ 10 લાખ રૂપિયા છે. આ સહાય. રાશિ સાથે કેટલીક શરતો પણ લાગૂ છે. જેમ કે દુર્ઘટના રજિસ્ટ્રેશન કરેલા ગ્રાહકના ઘરે થઇ હોય, રજિસ્ટ્રેશન ડીલરના પરિસરમાં થયું હોય, સિલિન્ડરને પેટ્રોલિયમ કંપનીમાંથી ડિસ્ટ્રીબ્યૂટરને ત્યાં લઇ જતી વખતે રજિસ્ટ્રર ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટરની પાસ થવા દરમિયાન દુર્ઘટના થઇ હોય. સિલિન્ડર ડીલરને ત્યાંથી કર્મચારી અથવા ગ્રાહક દ્રારા ઘરે લઇ જવાયો હોય. બીમિતના દ્રારા કમ્યુનિટિ કિચન, રેટિકુલેટેડ સિસ્ટમ, અન્ય વસ્તુ જેવી કે, ગીઝર, લાઇટિંગ, જનરેટર સેટ, ઇરીગેશન પંપ વગેરેમાં એલપીજીની સપ્લાય દરમિયાન. રજીસ્ટ્રેશન કરેલા પરિસરમાં સિલિન્ડરએલપીજી ઇન્સ્ટોલેશનથી કનેક્ટ કે ડિસક્નેક્ટ દરમિયાન આ સેક્સન હેઠળ ગ્રાહકના ઘરે એલપીજી સિલિન્ડરના કારણે થયેલીી દુર્ઘટનામાં થયેલા જાન માલના નુકસાન માટે આર્થિક સહાય મળે છે. સિલિન્ડર બ્લાસ્ટની દુર્ઘટનામાં પ્રોપર્ટી ઘરને નુકસાન પહોંચે તો પ્રતિ દુર્ઘટના 2 લાખ સુધીનું ઇશ્યોરન્સ મળે છે.

દુર્ઘટનામાં મોત થાય તો પ્રતિ એક્સિડન્ટ પ્રતિ વ્યક્તિ 6 લાખ રૂપિયાની આર્થિક સહાય મળે છે. દુર્ઘટનામાં ઘાયલ થનારને મેડિકલ ખર્ચ માટે પ્રતિ એક્સિડન્ટ 30 લાખનું ઇશ્યોરન્સ મળે છે. જે દર વ્યકિત 2 લાખ સુધીની રકમ હોય છે. સાથે 25000 રૂપિયા સુધીની તાત્કાલિક મળતી સહાયતા પણ છે.

વ્યક્તિગત હાનિ અથવા પ્રોપર્ટી ડેમેજ માટે આ શરતો પર મળે છે આર્થિક સહાય

  • ભરેલો સિલિન્ડર બોટલિંગ પ્લાન્ટથી બહાર લઇ જવાતો હોય, ઉપરાંત ટ્રાન્સપોર્ટ દરમિયાન, તેમજ ભરેલો સિલિન્ડર ડિસ્ટ્રીબ્યૂટરને ત્યાંથી ગ્રાહકના ઘરે લઇ જવાતો હોય, અથવા તો ગ્રાહકને ત્યાંથી ખાલી કે ભરેલો સિલિન્ડર ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં લઇ જવા દરમિયાન, ભરેલો સિલિન્ડર ગ્રાહકના ઘરે રાખ્યો હોય, ખાલી સિલિન્ડર બોટલિંગ પ્લાન્ટમાંથી ફરી લઇ જવાતો હોય.
  • બીમિતના દ્રારા કમ્યુનિટિ કિચન, રેટિકુલેટેડ સિસ્ટમ, અન્ય વસ્તુ જેવી કે, ગીઝર, લાઇટિંગ, જનરેટર સેટ, ઇરીગેશન પંપ વગેરેમાં એલપીજીની સપ્લાય દરમિયાન. રજીસ્ટ્રેશન કરેલા પરિસરમાં સિલિન્ડરએલપીજી ઇન્સ્ટોલેશનથી કનેક્ટ કે ડિસક્નેક્ટ દરમિયાન . આ તમામ પરિસ્થિતિમાં થયેલી દુર્ઘટનામાં ઇશ્યોરન્સ મળે છે.
  • શૈક્ષણિક સંસ્થાનો, રિસર્ચ લેબ્સ, સરકારી મ્યુનિસિપલ હોસ્પિટલ, મિડ ડે મીલ સ્કિમ, સમાજ કલ્યાણ સંસ્થા જેમકે અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ વગેરમાં એલપીજીના ઉપયોગ દરમિયાન, ઉપરાત રેસ્ટોરન્ટ, હોટેલ, પ્રાઇવેટ હોસ્પિટલ, ક્લિનિક, પોલ્ટ્રી ફાર્મ્સ સિરામિક ઇન્ડસ્ટ્રી કોટેજ ઇન્જસ્ટ્રીઝ, ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝ વગેરેમાં પણ એલપીજીના ઉપયોગ દરમિયાન થયેલી દુર્ઘટનામાં આ ઇશ્યોરન્સ કવર થાય છે.

ગેસ સિલિન્ડર પર 50 લાખનો ક્લેમ કઇ શરતોમાં મળે?

  • માય એલપીજી ઇન (http://mylpg.in)મુજબ જ્યારે કોઇ વ્યક્તિ એલપીજી કનેકશન લે છે. તો તેને મળેલા સિલિન્ડરથી જો કોઇ દુર્ઘટના ઘટે તો તે વ્યક્તિ 50 લાખના વીમાનો હકદાર બને છે.
  • એક દુર્ઘટના પર 50 લાખ સુધીનો વીમો મળી શકે છે. દુર્ઘટનામાં ઘાયલ દરેક વ્યક્તિને 10 લાખ રૂપિયાનો વીમો મળે છે.
  • LPG સિલિન્ડરનું વીમા કવર મેળવવા માટે ગ્રાહકે દુર્ઘટના થયા બાદ તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હોય છે. તેમજ એલપીજી વિતરકને પણ દુર્ઘટનાની જાણ કરવાની હોય છે.
  • PSU ઓઇલ વિપણન કંપની, જેમકે ઇન્ડિયન ઓઇલ, ઇચપીસ તથા બીપીસીના વિતરકોને વ્યક્તિઓ અને સંપત્તિ માટે થર્ડ પાર્ટી વીમા કવર સહિતની દુર્ઘટના માટે વીમા પોલીસી લેવાની હોય છે.
  • આ કોઇ વ્યક્તિગત ગ્રાહકના નામે નથી હોતી પરંતુ દરેક ગ્રાહક આ પોલીસીમાં કવર થાય છે. તેના માટે તેને કોઇ પ્રિમિયમ આપવાનું નથી રહેતું.
  •  FIRની કોપી, ઘાયલના ઇલાજના ડોક્યુમેન્ટસ, મેડિકલ બિલ, તેમજ મોત થયું હોય તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ ડેથ સર્ટી સંભાળીને રાખવું
  • દુર્ઘટના થયા બાદ તેમની તરફથી વિતરક દ્રારા રકમ માટે દાવો કરી શકાય છે. દાવાની રકમ વીમા કંપની સંબંઘિત વિતરકની પાસે જમા કરાવે છે અને અહીથી આ રકમ ગ્રાહક સુધી પહોંચે છે.

ગેસ સિલિન્ડરથી દુર્ઘટના થયાની સ્થિતીમાં સૌથી પહેલા પોલીસમાં રિપોર્ટ કરવાની હોય છે. ત્યારબાદ સંબંધિત એરિયા, ઓફિસ તપાસ કરે છે કે દુર્ઘટનાનું કારણ શું છે. જો દુર્ઘટનાનું કારણ એલપીજી હોય તો એલપીજી ડિસ્ટ્રીબ્યુશન એજન્સી સ્થાનિક ઓફિસને દુર્ઘટનાની જાણ કરશે. ત્યારબાદ સંબંધિત વીમા કંપનીને ક્લેમ ફાઇલ કરવામાં આવે છે. ગ્રાહકને વીમા કંપનીમાં ક્લેમ કરવા માટે કોઇ અરજી કે સીધો સંપર્ક કરવાની જરૂર નથી રહેતી.

શુ હતો પ્રયાગ રાજનો મામલો
પ્રયાગરાજના બલુઆ ઘાટ વિસ્તારમાં એક ઘરમાં થયેલા સિલિન્ડર બ્લાસ્ટનો લાઇવ વીડિયો ત્યાં હાજર એક વ્યકિતએ તેના મોબાઇલ કેમેરમાં રેકોર્ડ કરી લીધો હતો. આગની જ્વાળા એટલી ભીષણ હતી કે. કોઇ મોટી દુર્ઘટના થઇ જાત. જો કે આ દુર્ઘટનામાં કોઇ વ્યક્તિને ઇજા ન હતી પહોંચી. ઘટના સ્થળે પોલીક કર્મી પણ સમયસર પહોંચી ગયા હતા. જો કે આગ એટલી ભીષણ હતી કે પોલીસકર્મી પણ નજીક જવાની હિંમત ન કરી શકયા. ત્યારબાદ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો. જો કે ત્યાં સુધીમાં તો કિચનનો બધો સામાન બળીને ખાક થઇ ગયો હતો. ગેસ સિલિન્ડરમાં લાગેલા પાઇપ લીકેજના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઇ રહી છે.

You cannot copy content of this page