Only Gujarat

National

પોલીસે દબોચી લેતા વિકાસ દુબે‘બિટ્ટુ ભૈયા’ના નામની પાડવા લાગ્યો બૂમો બૂમો

ઉજ્જૈનઃ કાનપુર કાંડના માસ્ટર માઈન્ડ વિકાસ દુબેની ઉજ્જૈનના મહાકાલ મંદિરેથી ધરપકડ કરવામાં આવી હતી. હવે ઉજ્જૈન પોલીસ બિટ્ટુ ભૈયાને શોધી રહી છે. જેમના નામની બુમો વિકાસ દુબે ધરપકડના સમયે પાડી રહ્યો હતો. પોલીસે ઉજ્જૈનમાં લખનૌના 2 વકીલોની ધરપકડ કરી છે. પોલીસને શંકા છે કે તેમાંથી કોઈ એકનું નામ બિટ્ટુ હોઈ શકે છે. વાસ્તવમાં વિકાસ દુબેએ મહાકાલ મંદિરમાં વીઆઈપી દર્શન માટે પોતાનું સાચું નામ આપી રિસિપ્ટ મેળવી હતી અને અહીં જ તે ભૂલ કરી બેઠો તથા મંદિરના ગાર્ડે તેને પકડી પોલીસને જાણ કરી હતી.

વિકાસ દુબેની ગુરુવાર સવારે મહાકાલ મંદિરેથી નાટકીય ઢબે ધરપકડ કરવામાં આવી હતી. ઉજ્જૈન પોલીસે દાવો કર્યો કે, વિકાસ દુબેની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ એક મીડિયા ચેનલે દાવો કર્યો કે વિકાસ દુબેએ સરન્ડર કર્યું હતું. જોકે વિકાસ દુબે ધરપકડ સમયે બુમો પાડી રહ્યો હતો કે, ‘હું વિકાસ દુબે છું, કાનપુરવાળો, મને પકડી લીધો છે.’ આ દરમિયાન તે બિટ્ટુ ભૈયાના નામની બુમો પણ પાડી રહ્યો હતો. તેણે કહ્યું કે,‘ક્યાં ગયા બિટ્ટુ ભૈયા.’ પોલીસને શંકા છે કે વિકાસ દુબે સાથે બિટ્ટુ નામનો કોઈ વ્યક્તિ હતો જે ફરાર થઈ ગયો.

યુપીનો મોસ્ટ વૉન્ટેડ આરોપી વિકાસ દુબે ઉજ્જૈન કેવી રીતે પહોંચી ગયો? આ વાતનો હજુ ખુલાસો થયો નથી. આ દરમિયાન યુપી નંબરની એક કાર ઉજ્જૈન પોલીસે કબજે કરી છે. તપાસની એક લિંક આ કાર સાથે પણ જોડાઈ છે. એક માહિતી અનુસાર, આ ગાડીથી 2 વકીલ લખનૌથી ઉજ્જૈન પહોંચ્યા હતા, જેમની ઉજ્જૈનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

બંને વકીલોને પ્રશ્નો કરવામાં આવ્યા કે તેઓ ક્યારે અને શા માટે તથા કયા માર્ગથી આવ્યા હતા. આ ઉપરાંત તેઓ શા માટે અહીં જ રોકાયા હતા? આ અંગે પૂછપરછ થઈ રહી છે. કાર મનોજ યાદવના નામે છે, જે લખનૌમાં વકીલ છે. હાલ એ કન્ફર્મ નથી કે બંને વકીલમાં મનોજ યાદવ છે કે નહીં. હાલ મનોજ યાદવના લખનૌ ખાતેના ઘરે પણ પોલીસ ટીમ તપાસ કરી રહી છે.

મોબાઈલ રેકોર્ડની પણ તપાસ શરૂ
ઉજ્જૈન પોલીસે વિકાસ દુબે પાસેથી એક બેગ કબજે કરી હતી. બેગમાં કપડા, મોબાઈલ ફોન, તેનું ચાર્જર અને અમુક ડોક્યુમેન્ટ્સ સામેલ છે. વિકાસ દુબે આ ફોન થકી જ નિકટના લોકોના સંપર્કમાં હતો. હવે પોલીસ વિકાસ દુબેનો મોબાઈલ રેકોર્ડ તપાસી રહી છે.

You cannot copy content of this page