Only Gujarat

National

યુવકના થઈ રહ્યા હતા લગ્ન ત્યારે જ આવી ગર્લફ્રેન્ડ, બંને યુવતીઓ સાથે રહેવા થઈ ગઈ તૈયાર

બૈતૂલઃ મધ્ય પ્રદેશના બૈતૂલના ઘોડાડોંગરી ખાતે આવેલા કેરિયા ગામના યુવકે એક મંડપમાં 2 દુલ્હનો સાથે ફેરા ફર્યા હતા. આ લગ્નમાં ગામના લોકો પણ સામેલ થયા હતા. આ પ્રથમ ઘટના હતી જ્યારે એક મંડપમાં વરરાજા 1 અને દુલ્હન 2 હતી. વરરાજાએ એક સાથે બંને દુલ્હન સાથે લગ્નની તમામ વિધિ પૂર્ણ કરી હતી. લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

ગામના લોકોએ જણાવ્યું કે, કેરિયા ગામનો આદિવાસી યુવક સંદીપ ઉઈકેના હોશંગાબાદ જીલ્લાની યુવતી તથા ઘોડાડોંગરીના કોયલારી ગામની અન્ય યુવતી સાથે એક જ મંડપમાં લગ્ન થયા હતા. યુવક ભોપાલમાં અભ્યાસ કરી રહ્યો હતો, આ દરમિયાન હોશંગાબાદની યુવતી સાથે તેની મિત્રતા થઈ હતી. આ દરમિયાન પરિવારજનોએ કોયલારી ગામની યુવતી સાથે તેના લગ્ન નક્કી કરી દીધા.

વિવાદનો અંત લાવવા ત્રણેય પરિવારો તથા સમાજના લોકોએ પંચાયત બોલાવી. જેમાં નિર્ણય લેવાયો કે બંને યુવતીઓ એક સાથે યુવક સાથે રહેવા તૈયાર હોય તો બંનેના લગ્ન તેની સાથે કરાવી દેવામાં આવે.

આ વિચાર પર બંને યુવતીઓને ગમ્યો અને તેઓ યુવક સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. જનપદ પંચાયત ઘોડાડોંગરીના ઉપાધ્યક્ષ મિશ્રીલાલે કહ્યું કે, કેરિયા ગામમાં યુવકે 2 યુવતીઓ સાથે લગ્ન કર્યા. ત્રણેય પરિવારના સમાજે વરિષ્ઠ લોકો સાથે બેઠક કરી નિર્ણય લીધો હતો.

લગ્ન અંગે મંજૂરી નથી આપી
‘અમે આવા કોઈ લગ્ન માટે મંજૂરી નથી આપી. આ લગ્ન મંજૂરી વગર થયા છે, અમે આ મુદ્દે તપાસ કરાવી રહ્યાં છીએ.’- મોનિકા વિશ્વકર્મા, તલાટી ઘોડાડોંગરી

 

You cannot copy content of this page