Only Gujarat

National

60 હજારના સ્કૂટીની નંબર પ્લેટ માટે આ માણસે ખર્ચ્યા એટલા લાખ કે તમે કલ્પના પણ નહીં કરી શકો

શિમલા: તમે ટીવીમાં એક જાહેરાત જોઈ હશે ‘શોખ બડી ચીઝ હૈ’ આ લાઈનને હિમાચલ પ્રદેશમાં એક કંપનીએ સાચી સાબિત કરી બતાવી છે, જ્યાં કંપનીએ 60 હજાર રૂપિયાની સ્કૂટી માટે વીવીઆઈપી નંબર લેવા 18 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો. વાસ્તવમાં હિમાચલ પ્રદેશના કાંગડામાં એક પ્રાઈવેટ કંપની રાહુલ પૈમ પ્રાઈવેટ લિમિટેડના નામે એક સ્કૂટી રજીસ્ટર થઈ છે. આ કંપનીએ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી આ સ્કૂટી માટે વીઆઈપી નંબર HP 90-0009 લેવા માગતી હતી.


કંપનીએ આ માટે વીઆઈપી નંબરોની ઓનલાઈન હરાજીમાં ભાગ લીધો અને સૌથી ઊંચી બોલી લગાવી નંબર પોતાના નામે કર્યો. બોલીનો પ્રારંભ ગત શનિવારે (20 જૂન) થયો હતો અને આ શુક્રવારે (26 જૂન) અંતિમ બોલી લાગી હતી.


એક અઠવાડિયા સુધી ઓનલાઈન ચાલેલી હરાજીમાં વીઆઈપી નંબર માટે કંપની તરફથી 18 લાખ 22 હજાર 500 રૂપિયાની બોલી લગાવવામાં આવી. હવે કંપનીએ 3 દિવસમાં એસડીએમ ઓફિસમાં આ રકમ જમા કરાવવાની રહેશે. તે પછી તેમને આ વીઆઈપી નંબર સ્કૂટી પર લગાવવા માટે મળી જશે.


ઉલ્લેખનીય છે કે, વીઆઈપી નંબર માટે અમુક લોકોએ 10 થી 15 લાખ રૂપિયાની બોલી લગાવી હતી. રાજ્ય સરકાર તરફથી વીઆઈપી નંબર માટે ગત અઠવાડિયે ઓપન હરાજીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી.

You cannot copy content of this page