Only Gujarat

National

પત્ની પ્રેગ્નન્ટ હતી ને ક્રિકેટરને ખબર પડી મિત્રની કાળી કરતૂતોની, આઘાત એવો લાગ્યો કે…

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર પ્લેયર અને આઇપીએલમાં કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિક જેટલો ફેમસ ક્રિકેટની દુનિયામાં છે એના કરતાં વધુ તેની પર્સનલ અંગે રહે છે. દિનેશની મેરિડ લાઇફ કોઇ બોલિવૂડની ફિલ્મથી ઓછી નથી. બાળપણની મિત્ર નિકિતા સાથે લગ્ન કર્યાં બાદ તેની સાથે વિશ્વાઘાત થયો. જ્યારે દિનેશની વાઇફ નિકિતા પ્રેગ્નન્ટ હતી ત્યારે તેનું અફેર દિનેશના જિગરી દોસ્ત ક્રિકેટર મુરલી વિજય સાથે ચાલી રહ્યું હતું. બંનેના અફેરની જાણ થતાં દિનેશે નિકિતાને ડિવોર્સ આપી દીધા. આ ઘટના બાદ તેમની જિંદગીમાં કેટલા અપ્સ ડાઉન્સ આવ્યા જાણીએ…

દિનેશ કાર્તિક આઇપીએલના બીજો સૌથી સફળ વિકેટકીપર અને બેટ્સમેન છે. તે આઇપીએલમાં દિલ્લી કેપિટલ્સ, ગુજરાતી લાયન્સ, કોલકતા નાઇટ રાઇડર્સ, મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમમાં રમી ચૂક્યો છે. હાલ કાર્તિક કેકેઆરનો કેપ્ટન છે.

2002માં દિનેશે મેદાનમાં શાનદાર પર્ફોમ કર્યું હતું. અન્ડર-19 વર્લ્ડ કપ 2004માં પણ તેમણે જોરદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે તેમની પસંદગી ઇન્ડિયાની વન ડે અને ટેસ્ટ ટીમમાં થઇ ગઇ.

આ સમય દરમિયાન દિનેશનું તેમની બાળપણની ફ્રેન્ડ નિકિતા સાથે અફેર ચાલતું હતું. બાળપણની દોસ્તી પ્રેમમાં બદલી ગઇ અને બંનેએ 2007માં લગ્ન કરી લીધા. દિનેશ કાર્તિક અને નિકિતા લગભગ પાંચ વર્ષ સાથે રહ્યાં. જોકે તેમના 2012માં ડિવોર્સ થઇ ગયા. આ સંબંધ તૂટવાનું કારણ નિકિતાની બેવફાઇ હતી.

આઇપીએલ સિઝન-5 દરમિયાન દિનેશની પત્ની નિકિતા અને ક્રિકેટર મુરીલી વિજયની વચ્ચે નિકટતા વધી રહી હતી. આ સમયે નિકિતા પ્રેગ્નન્ટ હતી. જો કે દિનેશને તેમના અફેરની જાણ થઇ તો બાળક પર અધિકાર જમાવ્યા વિના જ નિકિતાને ડિવોર્સ આપી દીધા. દિનેશ સાથે ડિવોર્સ થયા બાદ તરત જ નિકિતાએ મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા. આ ઘટના બાદ દિનેશ ખૂબ ભાંગી ગયો હતો. તેણે નિકિતા પર ખૂબ ભરોસો કર્યો હતો. આ વિશ્વાસઘાતે તેને બહુ મોટો આઘાત લાગ્યો હતો

કાર્તિક તેની જિંદગીમાં આવેલ આ તોફાન સામે એકલો જ ઝઝૂમ્યો હતો. આ સમયે તેની જિંદગીમાં ભારતની ઇન્ટરનેશનલ સ્ક્વોશ પ્લેયર દિપીકા પલ્લીકલની એન્ટ્રી થઇ. કાર્તિક અને દીપિકાનું લગભગ 2 વર્ષ સુધી અફેર ચાલ્યું, ત્યારબાદ ઓગસ્ટ 2015માં તેમના લગ્ન થયા.

હવે નિકિતા અને દિનેશ બંને પોત-પોતાની જિંદગીમાં ખુશ છે. આઇપીએલની સાથે જ તે ઇન્ડિયન ક્રિકેટમાં પણ શાનદાર પર્ફોર્મ કરી રહ્યો હતો. જોકે, દિનેશ દોસ્ત અને પત્નીએ કરેલો વિશ્વાસઘાત તે ક્યારેય ભૂલી નથી શક્યો.

જોકે, નિકિતા સાથે ડિવોર્સ બાદ દિનેશે માત્ર તેના કરિયર પર જ ધ્યાન આપ્યું અને આ સમયે તેનો કરિયર ગ્રાફ ઘણો વધ્યો. દિનેશ આઇપીએલમાં 4 ફ્રેચાઇજી માટે 500થી વધુ રન બનાવનાર એક માત્ર ખેલાડી છે.

You cannot copy content of this page