Only Gujarat

National

પહેલી વાર પોલીસની પરીક્ષામાં ખેડૂતની દીકરી થઈ હતી નાપાસ, હવે આવી ટોપ પર

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ પોલીસ ભરતીની પરીક્ષાનું રિઝલ્ટ સોમવારે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ પોલીસને લગભગ 50 હજાર નવા મહિલા પુરુષ પોલીસ કર્મચારીઓ મળી ગયા હતા. આ પરીક્ષામાં હરદોઇની રહેવાસી એક ખેડૂતની દીકરી અંતિમા સિંહે ટોપ કર્યું છે. અંતિમાના પરિવારજનોએ તેની મહેનતની કહાની શેર કરી હતી.

અંતિમા સિંહ હરદોઇના ભદાર ગામની રહેવાસી છે. તેના પિતા સુનીલ સિંહ એક સામાન્ય ખેડૂત છે. સુનીલ સિંહ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અંતિમાની માતા 2001માં સરપંચ રહી ચૂકી છે. સુનીલ સિંહને બે દીકરા અને બે દીકરીઓ છે.

અંતિમાના પિતાએ બાળકોના સારા શિક્ષણ માટે હરદોઇમાં ભાડે મકાન લીધું હતું. તે પત્ની અને બાળકો સાથે ત્યાં જ રહે છે.

અંતિમા ભણવામાં ખૂબ હોશિયાર હતી. પરંતુ ખેડૂત પરિવાર હોવાના કારણે તે બહાર જઇને ભણી શકી નહીં. અંતિમાના માતા પિતાને બાળકોના અભ્યાસમાં ખૂબ રસ હતો. તે બાળકોના સારા અભ્યાસને પોતાની કમાણી માને છે. 2018માં પ્રથમવાર અંતિમાએ પોલીસ ભરતીનું ફોર્મ ભર્યું પરંતુ તે સિલેક્ટ થઇ શકી નહોતી. ત્યારે તે ખૂબ નર્વસ થઇ ગઇ પરંતુ પરિવારજનોએ તેની હિંમત વધારી હતી.

2019માં ફરીવાર અંતિમાએ પોલીસ ભરતીનું ફોર્મ ભર્યુ. આ વખતે તેણે નક્કી કરી લીધું હતું કે તે પરીક્ષા પાસ કરીને રહેશે. અંતિમાની માતા અનીતા જણાવે છે કે અંતિમા જેટલું વાંચતી તેટલું ફિઝિકલ પરીક્ષા પાસ કરવામાં પણ મહેનત કરતી હતી. તેનામાં પરીક્ષા પાસ કરવાની ખૂબ લગન હતી.

આ વર્ષે તેની મહેનત રંગ લાવી અને તે ફિઝિકલ અને મેડિકલમાં સારા નંબરો સાથે પાસ થઇ. લેખિત પરીક્ષામાં તે રાજ્યમાં પ્રથમ નંબર પર આવી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page