Only Gujarat

National

નાનપણથી બનવું હતું એક્ટ્રેસ પણ જે થયું તેનાથી તમારી આંખો પણ થઈ જશે ભીની

દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં દરરોજ રોડ અકસ્માતની ઘડનાઓ બનતી રહે છે. એક અકસ્માતમાં બે યુવતીઓ સહિત ત્રણ લોકોના મોત થયા હતા. કાર ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા કાર 300 ફૂટ ઉંડી ખીણમાં જઈને પડી હતી. આ અકસ્માત દેહરાદૂન જિલ્લાના કાલસી તાલુકામાં સોમવારે સાંજે થયેલા આ અકસ્માતમાં મૃતકોની ઓળખ સ્વાતિ ચૌહાણ, તેના મિત્ર શુભમ તોમર અને રૂચિ રાવત તરીકે થઇ છે.

જાણકારી અનુસાર, મોડલ સ્વાતિ પોતાના મિત્રો સાથે એક લગ્ન સમારંભમાં સામેલ થવા ગઇ હતી. પાછા ફરતા સમયે તેની કાર પરનો કાબૂ ગુમાવતા કાર ખીણમાં જઇને પડી હતી.

માતાપિતાનું કહેવું છે કે સ્વાતિ નાનપણથી જ હિરોઇન બનવા માંગતી હતી. આ માટે તેણે ખૂબ મહેનત પણ કરતી હતી. તે સ્ટેટ લેવલની મોડલ રહી ચૂકી હતી. તે અનેક એવોર્ડ અને ટ્રોફી જીતી ચૂકી હતી.

સ્વાતિના મિત્રોનું કહેવું છે કે તેને બ્યૂટી સ્પર્ધા માટે મુંબઇ જવાનું હતું. જેની તે ઘણા દિવસથી રાહ જોઇ રહી હતી.

નોંધનીય છે કે સ્વાતિ ઇન્ટરનેશનલ લેવલની મોડલિંગ બનવાનું સ્વપ્ન જોઇ રહી હતી. આ દુર્ઘટનાના કારણે તેનું સ્વપ્ન પુરુ થઇ શક્યું નહીં.

સ્વાતિ અને તેના મિત્રોના મોતના સમાચાર લગ્ન સમારોહ સુધી પહોંચ્યા તો તમામ લોકો દુખી થઇ ગયા હતા.

મોડલિંગ માટે ફોટો ક્લિક કરાવતી સ્વાતિ ચૌહાણ

સ્વાતિ સ્ટેટ લેવલની અનેક બ્યૂટી સ્પર્ધામાં ભાગ લઇ ચૂકી હતી.

પોતાની ફ્રેન્ડ્સ સાથે સ્વાતિ ચૌહાણ.બ્યૂટી સ્પર્ધામાં સ્વાતિ

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page