પહેલા પ્રેમને ભૂલાવી ન શકી પુત્રવધુ અને આ રીતે બન્ને એકબીજને મળતાં હતાં પણ એક દિવસ…..

બિહારના લખીસરાયના બડહિયા પ્રખંડના ટાલ ક્ષેત્રના એજનીઘાટ પંચાયત અંતર્ગત તુર્કેજની ગામમાં એક મહિલા લગ્ન થયા બાદ પણ પોતાના પ્રથમ પ્રેમને ભૂલાવી શકી નહીં. લગ્ન બાદ પણ એક-બીજાને છૂપાઇને મળતા રહ્યાં. પરંતુ સાસરિયાવાળાએ એક દિવસે બંનેને કઢંગી હાલતમાં જોઇ લીધા. બાદમાં પરિવારજનોએ પંચાયત બોલાવી સમગ્ર હકિકત જગજાહેર કરી. પંચાયતે મહિલાને પુછ્યું કે હવે તારે કોની સાથે રહેવું છે તો મહિલાએ પણ બિન્દાસ્ત પ્રેમીનું નામ લીધું તો ગ્રામજનોએ પ્રેમી અને મહિલાના લગ્ન કરાવી પરત મોકલી દીધી.

તુર્કેજની ગામમાં એક પુત્રવધુ નાલંજા જિલ્લા અંતર્ગત અસ્થાવા થાના ક્ષેત્રના કોનન ગામ નિવાસી બાબુચંદ પાસવાનના પુત્ર કરમ પાસવાન વચ્ચે વર્ષોથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો.

મહિલાના લગ્ન તુર્કેજની ગામમાં થયા પહેલા જ તેનો પ્રેમ પ્રસંગ કરમ પાસવાન સાથે ચાલી રહ્યો હતો. પરંતુ લગ્ન બાદ તે સંબંધમાં એ મહિલાની બહેનનો દેવર લાગી રહ્યો હતો.

મહિલાનો પતિ બહાર રહી ક્યાંક પ્રાઇવેટ કામ કરે છે. સંબંધના કારણે કરમ પાસવાન તુર્કેજની ગામ સ્થિત મહિલાના સાસરિયામાં જઇને પોતાની પ્રેમી સાથે પ્રેમાલાપ કરતો હતો.

કરમ બાઇકથી ગુરુવારે 30 જુલાઇએ પણ તુર્કેજની ગામ આવ્યો. આ દરમિયાન પરિવારજનોએ બંનેને એક રૂમમાં કઢંગી હાલતમાં જોઇ લીધા. ત્યારબાદ ગ્રામજનોને બોલાવી મામલો તેમની સમક્ષ રાખ્યો.

તો મહિલાના પતિને ફોન કરી આ વાતની જાણકારી આપવામાં આવી. ગ્રામજનોએ પંચાયત બોલાવી મહિલાના લગ્ન કરમ સાથે કરાવવાનો નિર્ણય કર્યો. આ તકે પંચાયતની હાજરીમાં મહિલા તથા કરમ પાસવાનના લગ્ન ગામમાં આવેલા બાબા ચૌહરમલ મંદિરમાં કરાવી દેવામાં આવ્યા.

પંચાયતે બંને પક્ષના લોકોનું પંચનામું બનાવી મહિલાને તેના પ્રેમી સાથે તેના ઘરે કાનન મોકલી દીધી.