Only Gujarat

National TOP STORIES

100 ફૂટ લાંબો પાઈપ બસ ફાડીને આરપાર નીકળ્યો, વિચલિત તસવીરો જોઈ રૂંવાડા થશે ઊભા!

પાલીઃ રાજસ્થાનના પાલી જિલ્લામાં જયપુર-અમદાવાદ હાઈવે એનએચ 162ની નજીક આવેલા સાંડેરવાર ગામની નજીક હાલમાં જ સાંજે સાડા ચાર વાગે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં જમીનની અંદર ગેસ પાઈપલાઈન નાખતા સમયે બની હતી. કંપનીના અધિકારીઓ તથા કર્મચારીઓ અને બસ ચાલકની લાપરવાહીને કારણે આ ઘટના બની હતી. કંપનીની ટીમ હાઈડ્રોલિક મશીનથી પાઈપ ઊંચકીને ખાડામાં નાખતી હતી. આ સમયે હવામાં લટકતો 100 ફૂટ લાંબો તથા 2 ફૂટ પહોળાઈ ધરાવતો પાઈપ બાજુમાંથી પસાર થતી પ્રાઈવેટ બસની આરપાર થઈ ગયો હતો.


હાઈડ્રોલિક મશીનમાં હવામાં લટકતો પાઈપ ડ્રાઈવરની સીટની પાછળની સીટની બારી તોડીને બસની અંદર જતો રહ્યો હતો અને છેલ્લી સીટની બારી તોડીને આરપાર થઈ ગયો હતો. પાઈપને કારણે બસમાં બેઠેલી એક મહિલાની ગરદન ધડથી અલગ થઈ ગઈ હતી અને એક યુવકનું માથું ફાટી ગયું હતું. બંનેના શબને બસમાંથી નીકાળીને પોલીસે શબઘરમાં મૂક્યા છે. પોલીસે કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એ અકસ્માત ગેસ પાઈપ લાઈન નાખનાર ફર્મની લાપરવાહીને કારણે થઈ હતી. કારણ કે 80 ફૂટ લાંબો અને એક ફૂટ પહોળાઈ ધરાવતા પાઈપને માત્ર એક હાઈડ્રોલિક મશીનથી ઊંચકીને મૂકવાનો હતો ત્યારે સલામતી માટે કોઈ જાતની સાવધાની રાખવામાં આવી નહોતી.


બસમાં 11 લોકો ઘાયલ, જેમાં 3ની હાલત ગંભીરઃ સાક્ષીઃ એવું લાગ્યું કે કોઈ બોમ્બ ફૂટ્યો છે, પાઈપ મારા માથામાં અથડાઈઃ હું અને મારી પત્ની ડ્રાઈવર સાઈડમાં વચ્ચેની સીટ પર બેઠા હતા. હવામાં લટકતો મોટો પાઈપ બસ સાથે અથડાયો. પાઈપ ડ્રાઈવરની સીટની પાછળની બારીને ચીરીને આવ્યો હતો. મારા સાળાની પત્ની મૈના દેવીનું ગરદન લટકતી હતી. કેટલાંક મુસાફરતો ઘાયલ હતા. (મૃતકના નણંદોઈ અંબાલાલ)


હું દેવલીથી વાપી જવા માટે બસમાં બેઠો હતો. સાંડેરાવની પાસે ધડામ કરતો અવાજ આવ્યો અને પાઈપ બસની અંદર કાચ તોડતો ઘુસી ગયો હતો. એવું લાગ્યું કે બોમ્બ ફૂટ્યો છે. મારા માથામાં પણ વાગ્યું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે રૂંવાડા ઊભા થઈ ગયા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. (ચુન્નીલાલ, મુસાફર)


પોલીસઃ એક હાઈડ્રોલિક મશીનથી કેવી રીતે 80 ફૂટનો પાઈપ કંટ્રોલ થાય? સાંડેરાવના પોલીસ અધિકારી ધૌલારામે કહ્યું હતું કે ગેસ પાઈપલાઈન નાખવા માટે નોઈડાની એક ફર્મ એમજી ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડ કંપનીને હાયર કરવામાં આવી છે. કંપનીની ટીમે 80 ફૂટથી વધુ લંબાઈ તથા એક ફૂટ પહોળાઈ ધરાવતા પાઈપને ઊંચકીને જમીનમાં નાખવાનું કામ કરતા હતા, જોકે, તેમની પાસે સુરક્ષાના એક પણ સાધનો નહોતા. પાંચ દિવસ પહેલાં જ પોલીસે લાપરવાહી તથા સુરક્ષાના સાધનો ના હોવાને કારણે કંપનીનું જેસીબી મશીન તથા ટ્રેક્ટર ટ્રોલીને જપ્ત કર્યાં હતાં.


ફર્મઃ ભેંસને બચાવવા જતા ટ્રકે પાઈપને ટક્કર મારી, બેકાબૂ પાઈપ બસમાં જતો રહ્યો


લાપરવાહીને ત્રણ મોટા કારણોઃ 1. ગેસ પાઈપલાઈન નાખનાર કંપનીઃ કંપનીના અધિકારીઓ તથા કર્મચારીઓએ ચાલુ ટ્રાફિકમાં કામ શરૂ કર્યું. કોઈ પણ જાતની સલામતી ના રાખી. 2. એનએચ 163 પર સાંડેરાવમાં હાજર રહેલી ટ્રાફિક પોલીસઃ કામના સમયે ટ્રાફિક ડાયવર્ટ કરવાની વ્યવસ્થા ના કરી. કંપનીના કર્મચારીઓ પર કોઈ સખ્તાઈ નહીં. 3. હાદસાગ્રસ્ત બસનો ડ્રાઈવરઃ હાઈડ્રોલિક મશીન સાથે લટકતી પાઈપ પર ધ્યાન ના આપ્યું અને અકસ્માત સર્જાયો.

You cannot copy content of this page