Only Gujarat

National

રસ્તાના કિનારે પ્રેમાલાપ કરવા લાગ્યા નાગ-નાગણ, જોઈને લોકોએ કર્યો આ મોટો દાવો

ગોપાલગંજ(બિહાર): રસ્તાના કિનારે નાગ અને નાગણ પ્રેમાલાપ કરતા જોવા મળ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્રેમાલાપ કલાકો સુધી ચાલ્યો, જેને જોવા માટે થાવે થાના જંગલ પાસે આવેલા ગોલંબર પાસે ગોપાલગંજમાં રસ્તાના કિનારે લોકોની ભીડ લાગી હતી. લોકોએ દાવો કર્યો કે, જ્યારે પણ ક્યાંય નાગ અને નાગણ પ્રેમાલાપ કરતા નજર આવે તો તે ખુશહાલીનું સૂચક છે. આ પ્રેમલીલા વિસ્તારમાં સારા વરસાદનો પણ સંકેત આપે છે.

નાગને જોઈને કોઈના પણ હોશ ઉડી જાય છે. અને જો વાત નાગ-નાગણની હોય તો કોઈના પણ રૂંવાટા ઉભા થઈ જાય છે. પરંતુ જો તેઓ આલિંગનબદ્ધ થઈને પ્રેમાલાપ કરતા નજર આવે તો, આ દ્રશ્ય ખૂબ જ રોમાંચક હોય છે.

ગોપાલગંજમાં રસ્તાના કિનારે બે વિશાળ નાગ એકબીજા સાથે કલાકો સુધી પ્રેમાલાપ કરતા હતા. જેમાંથી એક નાગ અને બીજી નાગણ હતી. કહેવાય છે કે નાગ-નાગણને મિલન કરતા જોવું શુભ માનવામાં આવે છે.

નાગ-નાગણના પ્રેમાલાપની સૂચના જેવી આસપાસના લોકોને મળી કે તેઓ ત્યાં પહોંચવા લાગ્યા. જોતજોતામાં લોકોની ભીડ ઉમટી પડી. ભીડમાં બાળકોની માંડીને વૃદ્ધો પણ સામેલ હતા. માનવામાં આવે છે કે ક્યાંક જો નાગ અને નાગણ પ્રેમાલાપ કરતા નજર આવે તો, તે ખુશહાલીનું સૂચક હોય છે. જે વિસ્તારમાં સારા વરસાદના પણ સંકેટો આપે છે.

You cannot copy content of this page