Only Gujarat

International TOP STORIES

અનેક સ્ટડી બાદ ખુલાસો, કોરોના વાયરસથી બચવા માટે આ પ્રકારનું માસ્ક છે સૌથી સારું

કોરોના વાયરસ અને માસ્કને લઇને કરવામાં આવેલી 172 સ્ટડી વિશ્લેષણમાં કેટલીક રોચક માહિતી સામે આવી છે. આ પ્રોજેક્ટને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફંડ કર્યો હતો. વિશ્લેષણમાં જાણવા મળ્યું કે કોરોના વાયરસથી બચવા માટે N95 અને અન્ય રેસ્પિરેટર માસ્ક, કાપડના બનેલા માસ્ક અથવા સર્જિકલ માસ્ક સારા હોય છે.

વિશ્લેષણનું પરિણામ ધ લાન્સેટ મેગેઝિનમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. જાણકારોનું કહેવું છે કે નવા વિશ્લેષણ બાદ WHOને એવી ભલામણ કરવી જોઇએ કે ખાસ કરીને જરૂરી સેવા સાથે જોડાયેલા લોકો અથવા ડોક્ટર અને નર્સ સર્જિકલ માસ્કની જગ્યાએ N95 માસ્ક જ પહેરે.

ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે જોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર ડેવિડ માઇકલ્સે્ કહ્યું કે આ ખુબ જ નિરાશાજનક છે કે WHO અને CDC (અમેરિકાનું સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ) સલાહ આપે છે કે સર્જિકલ માસ્ક પર્યાપ્ત છે પરંતુ હકિકતમાં આવું નથી. ગાર્ડિયનના રિપોર્ટ પ્રમાણે અનેક દેશોએ N95 માસ્કની અછત હોવાના કારણે લોકોને સાધારણ માસ્ક પહેરવાની મંજુરી આપી છે.

ડેવિડ માઇકલ્સે કહ્યું કે એમાં કોઇ શંકા નથી કે સર્જિકલ માસ્કના ભરોસે રહેવાથી અનેક મેડિકલ વર્કર્સ સંક્રમિત થઇ ગયા. વિશ્લેષણમાં એવું પણ જાણવા મળ્યું કે n95 માસ્ક 96 ટકા સુધી કોરોનાથી બચાવે છે.

વિશ્લેષણમાં જાણવા મળ્યું કે સર્જિકલ માસ્ક માત્ર 77 ટકા જ કોરોનાથી સુરક્ષા કરે છે. આ વિશ્લેષણમાં આવા સમયે ખુબ જ મહત્વપૂર્ણ બની ગયો છે જે મોટાભાગના દેશ ઇકોનોમી ખોલવાની દિશામાં છે.

પ્રોફેસર ડેવિડ માઇકલ્સે્ કહ્યું કે માત્ર હેલ્થ કેયર વર્કર્સ જ નહીં પરંતુ હાઇ રિસ્ક એરિયામાં કામ કરતાં લોકો જેમ કે મીટ કેકેજિંગમાં લાગેલા સ્ટાફ, ફાર્મમાં કામ કરતાં કર્મચારીઓને પણ N95 માસ્કથી સુરક્ષા મળવી જોઇએ.

WHOએ અત્યાર સુધીમાં તમામ દેશના લોકોને માસ્ક પહેરવાની ભલામણ કરી નથી. પરંતુ ઘણા દેશમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તો માસ્કને લઇને WHOની પોલીસીથી છેલ્લા કેટલાક દિવસમાં અનેક એક્સપર્ટે્ નારાજગી પણ વ્યક્ત કરી હતી.

અનેક એક્સપર્ટનું એવું માનવું છે કે માસ્ક કોરોનાથી બચવા માટે સાધારણ અને ઓછા ખર્ચવાળું સાધન છે. ખાસ કરીને ત્યારે જ્યાં જાણવા મળે કે વાયરસ લક્ષણ વગરના લોકોથી પણ ફેલાય છે.

You cannot copy content of this page