Only Gujarat

FEATURED International

એવું તો શું બની ગયું કે અહીંના લોકો ટપોટપ આંગળીઓમાં પહેરવા લાગ્યા કોન્ડોમ?

સિંગાપોરઃ કોરોના વાઈરસનું જોખમ દિવસે ને દિવસે વધી રહ્યું છે. સિંગાપોરમાં પણ આ વાઈરસના 47 કેસ નોંધાયા છે. જેને લઇને ત્યાંની સરકારે 7 ફેબ્રુઆરીથી જ ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. આ સૌથી હાઇ એલર્ટ રેડ લેવલથી માત્ર એક સ્ટેજ નીચે છે. આ એલર્ટ જાહેર થયા બાદ સિંગાપોરના લોકોમાં અફરાતફરી મચી ગઈ છે. લોકો જરૂરી સામાન ખરીદી ઘરમાં સ્ટોક કરી રહ્યાં છે. જો કોરોના વાઈરસને લઈ ભૂલથી પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવે તો લોકો પૂરતો સામાન ભેગો કરી રાખે છે, જેથી ઘરમાં બંધ થઇ શકાય. દવા અને અન્ય જરૂરી સામાનની દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સિંગાપોરની સરકારે સ્પષ્ટતા કરી છે કે દરેક જરૂરી ચીજવસ્તુઓનો પર્યાપ્ત સ્ટોક છે અને લોકોએ પરેશાન થવાની કોઇ જરૂર નથી.

સિંગાપોરના લોકો માસ્ક, સેનિટાઇઝર અને ઝડપથી ખરાબ ના થનારી ખાવાની ચીજવસ્તુ ખરીદી રહ્યાં છે. વાઈરસથી બચવા માટે અહીંના લોકોએ એક અજીબોગરીબ તરકીબ શોધી છે. જેને લઇે સોશિયલ મીડિયા પર તેમની મજાક પણ ઉડી રહી છે. સિંગાપોરના લોકો મોટી સંખ્યામાં કોન્ડોમ ખરીદી રહ્યાં છે. ચર્ચા છે કે અહીંના લોકોએ એટલા બધા કોન્ડોમ ખરીદી લીધા છે કે સિંગાપોર માર્કેટમાં કોન્ડોમની તંગી સર્જાઈ ગઈ છે.

રેડિટ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પર, જે ફોટો શેર કરવામાં આવ્યા છે, તેનાથી પરથી ખ્યાલ આવી શકે છે કે લોકો કોન્ડોમ પોતાની આંગળીમાં પહેરે છે. જેથી તેઓ લિફ્ટનો ઉપયોગ કરે તો તેના બટન દબાવતી વખતે વાઈરસનો ચેપ લાગે નહીં.

કહેવામાં આવે છે કે વાઈરસ દરવાજા અને લિફ્ટમાં યૂઝ થનારા બટન્સ પર વધુ સમય સુધી જીવીત રહે છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે આંગળીમાં કોન્ડોમ પહેરવાને બદલે ગ્લવ્સ પહેરવા જોઇએ, જેનાથી વધુ સુરક્ષા મળે.

આંગળીમાં કોન્ડોમ પહેરવાને કારણે અન્ય દેશના લોકો સિંગાપોરના લોકોની ખબૂજ મજાક ઉડાવી રહ્યાં છે.

કેટલાક લોકોનું કહેવું છે કે કોરોના વાઈરસથી બચવા માટે પોતાના હાથોને સાબુથી ધોવા જોઇએ. બહાર જતી વખતે માસ્ક પહેરવો જોઇએ અને છીંક ખાતી વખતે ટીશ્યુ પેપર યૂઝ કરવા જોઇએ. કારણ કે વાઈરસ શ્વાસની મદદથી શરીરમાં પ્રવેશી શકે છે.

આ ઉપરાંત જો વ્યક્તિને શરદી-ખાંસીની સાથે સાથે અસહ્ય થાક લાગે તો તાત્કાલિક ડોક્ટર પાસે જઈને કોરોના વાઈરસને લઈ ટેસ્ટ કરાવવો જોઈએ. સોશિયલ મીડિયામાં યુઝર્સ સિંગાપોરના લોકોને આ રીતની સલાહો આપી રહ્યાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page